________________
૧૧૮ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) તે પછી અરણીના ઝાડ વિષે કહ્યું કે કમળ પુજા કર્યા પછી તે માથું મહાદેવજીની જળાધારી ઉપરથી રડતાં રડતાં આ જગ્યાએ ખાડે હતું તેમાં આવ્યું. અને ત્યાં વર્ષો જતાં એ તુંબલીમાં “અરણીનું ઝાડ ઊગ્યું, હવે એ સેિટે હલે ત્યારે જામશ્રીના માથામાં (આ તુંબલીને પૂર્વાશ્રમને સંબંધ હોવાથી) વેદના થાય છે. પછી તેને ઊપાય પુછવાથી ત્રિકાળદશીએ કહ્યું કે, હવે તમે નીચેની તુંબલીને કાંઇ અડચણ ન આવે તેમ આ ઝાડના સેટાને કાપી નાખો એટલે તમારૂં દરદ મટી જશે. પછી જામ રાવળજીએ તે ઝાડને કાપી નાખ્યું પછી જોષીના કહેવા પ્રમાણે આસપાસની જ ખોદાવી, તુબલીને ઇજા ન થાય તેમ તે તુબલીને પણ પવિત્ર બ્રાહ્મણના હાથે કઢાવી, ને જેશીએ તેને મશરૂમાં વીંટી એક કરડીઆમાં રૂના પોલ મેલી તેમાં રખાવી તેનું રક્ષણ કરવાનું કહી, જામશ્રીના તંબુમાં મેલાવી, તે વખતથીજ જામરાવળના માથાનું દરદ મટી ગયું.
જામનગર આવી જોશીને કહેવા મુજબ તે તુંબલીને કરંડીઓ એક એરડાના આળી આમાં રખાવ્યો, અને ત્યાં ધુપ દીવો કરી તેની પુજા હંમેશાં કરવા લાગ્યા. અને ત્રિકાળદશીને પુષ્કળ દ્રવ્ય આપી વિદાય કર્યા.
મોસમમાં દાણું તૈયાર થતાં ખેડુતે દરબારી ભાગના વજેના દાણુઓનાં ગાડાંઓ ભરી આવવા લાગ્યા. એ વખતે એક ખેડતે તુંબલીવાળા ઓરડા પાસે બળદ બાંધ્યા, પછી દાણું ઉતારી બળદને ગાડે જેડી ચાલતો થયો, તે પછી જામ રાવળજી ત્યાંથી નીકળ્યા અને એ ઓરડા આગળ બે બળધ બાંધેલા દીઠા જાયું કે ખેડુત બળદ ભુલી ગયો હશે તેથી સિપાઈ સાથે તે બળદો ખેડુતને મોકલાવી આપ્યા. ખેડુતે કહ્યું કે “મારા બળદો તો આ બાંધ્યા તેથી સિપાઈ તે ખેડુતને તેડી તેના બળદ સાથે પાછો આવ્યો, ત્યાં ઓરડા પાસે બીજા તેવાજ બળદ બાંધેલા દીઠા એમ એકજ રંગની ત્રણ જે બળદની થવાથી રાવળ જામ ઘણુંજ આશ્ચર્ય પામ્યા. તેથી ધ્રોળથી ત્રિકાળદર્શીને પાછા બોલાવી કારણ પૂછતાં ત્રિકાળદર્શીએ કહ્યું કે “મહાદેવ તમોને સહાય થયા છે. માટે તમે તેની સ્થાપના કરે અને તુંબલીને પણ સાથે લઇ ત્યાં વિધીપૂર્વક તેને અગ્નિસંસ્કાર કરે “પછી જામશ્રી રાવળજી સર્વ અમીર ઉમરાવ અને કેટલાક બ્રાહ્મણોને સાથે લઈ મેટા રસાલા સાથે તે જંગલમાં આવ્યા પછી ત્યાં ત્રિકાળદર્શી પાસે અરણીના ઝાડની જડ ઉપર મહાદેવની પ્રતિષ્ઠા કરાવી અને પોતાને તે પૂર્વાશ્રમમાં જંગલમાંથી જડયા હતા. તેથી “જડેશ્વર એવું નામ પાડયું. અને એ મહાદેવથી પશ્ચિમે જરા થોડે દૂર તે તુંબલીનો વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કરાવ્યું. અને ત્યાં રાવળેશ્વર એ નામના મહાદેવની પ્રતિષ્ઠા કરી એ જગ્યાએ અનેક રાશીઓ તથા બ્રહ્મભેજ કરાવી વિપ્રોને ખુબ દક્ષીણાઓ આપી સંતુષ્ટ કર્યા. અને ત્યાં બન્ને સ્થળે દેવળે ચણાવી તેની આજીવિકા ચલાવવા પ્રબંધ કર્યો. તે પછી ત્રિકાળદર્શીએ કહ્યું કે તમારા બે સારા ઘોડાઓ લાવી આંહી બાંધે, અને તે એક પ્રહર પછી છોડી લેજે જામશ્રીએ તેમ કર્યું તો તેજ જગ્યાએ બીજા બે ઘડાઓ બાંધેલા