________________
જામનગરને ઇતિહાસ. (સપ્તમી કળા) જામહમીરજી ઘણાજ ખુશી થયા અને દાતમાચીએ ધાર્યું કાર્ય કરી આપ્યું એ જાણુ પિતાની ખુશાલીનો પાર રહ્યો નહિં તે દિવસથી જામઠાજીના વંશજો સાથે જામજણજીના વંશજોને વધુ અણબનાવ થયાનું કારણ ઉત્પન્ન થયું.
જામ લાખાજીના અકાળ મૃત્યુ થયાના ખબર જામ રાવળને થતાંજ અત્યંત ખેદ થયો. અને તપાસ કરતાં તે ઘાત હમીરજીએ દાતમાચીને મળી કરાવેલ છે તેવી ચોક્કસ બાતમી મળતાં રૂદ્રરૂપ ધારણ કરી બોલ્યા કે
| | ઇન્દ્ર પર + क्रोधीयो जाण, रुद्रह करुर, जे खबर गइ रावळ हजुर ॥ जखमुं प्रथम हामो जरुर, सीखवे तमायच, कीयो सुर ॥ પાછું વંશ, જેવા રોઝ, હું છું કે, શાત્રવાં ફોઝ | વિ. વિ.
અર્થ–જામલા ધારાતી પામ્યા તેવા ખબર જામરાવળજીને થતાં તેણે રૂદ્રના કેપકરી નિશ્ચય કર્યો કે “હમીરજીએ તમાચીદેદાને શીખવી શુરખનાવને આ કામ કરાણું માટે મારે પ્રથમ હમીરજીનેંજ મારે, અને પછી દેદાના વંશને વાઢી નાખવે તે સીવાઇ બીજા શત્રુઓને પણ જેર કરવા. ઉપર મુજબ કહી પ્રતિજ્ઞા કરી કે પિતાના મારનારને માર્યા પછી જ માથે મંદીલ બાંધવું
રાવળજીએ જામલાખાજીની ઉત્તરક્રિયામાં કચ્છ, કાઠીઆવાડના રાજાઓ તથા ભાયાતો વિગેરેને બોલાવતાં ઘણું દેશી વિદેશી રાજાઓ આવ્યા હતા, પણ જામ હમીરજી આવ્યા નહોતા એ ઉપરથી જામલાખાજીના વધને શક હમીરજી ઉપર પુરેપુરે આવ્યું હતું.
જામ લાખાજીને રાવળજી, હરધોળજી, રવજી, અને મેડજી, એમ ચાર પરાકમી કુમારે હતા તેમાં અભ્યાનક્ષત્રમાં અવતરેલ જામશ્રી રાવળજી કચ્છની ગાદીએ બીરાજ્યા.
શ્રીયદુવંશપ્રકાશે સમીકળા સમાપ્તા.
* મદીલ સાચી પાઘડી.
જ એક ઇતિહાસકાર લખે છે કે લાખાજીની ઉત્તરક્રિયામાં જામહમીરજીના પિતા ભીમજીએ ભાગ લીધો ન હતો પરંતુ જામભીમજી વિ. સં. ૧૫૨૮માં ગુજરી ગયા હતા, અને જામલાઓ વિ. સં. ૧૫૬૧માં ગુજ, તે તે કયાંથી કારજમાં આવે? માટે તે અસંભવીત છે.