________________
જામનગરનો ઇતિહાસ. (અષ્ટમી કળા) ૯ મેળવ્યાં, એમ અમલ જમાવીને કહી શત્રુઓને નષ્ટ કરી નાખ્યા, સારાકવિઓને યોદ્ધાને, પંડિતેને તથા વિદ્વાનોને છએઋતુમાં ઘણું ઘણું દાનો દેવા લાગ્યા, તેથી સારા પ્રભાવવાળા જામશ્રી રાવળજીની સભા ઇંદ્રસભાથી અધિક ભાવા લાગી.
જામશ્રી રાવળજીએ પિતાના ભુજબળથી તલવારના જેરે ઘણુંઘણું રાજાએની ધરતી દાબીલીધી, છત્રપતિઓને પણ કિકર કરી રાખ્યા બાદશાહને પણ ડરાવી દીધા સર્વત્ર તેની કિર્તિની વાતો થવાલાગી કેટલાએક રાજાઓને પસકેરી ભટક્તા કર્યા અને કોઇપણ શત્રુ આવશેષ જેટલે નજરે આવે એમ રાખ્યું નહિં.
રાવળજામનું દર્શન થતાં જ યાચકલેકેનાં દારિદ્ર તથા સંકટરૂપી દોષો દૂર થવા લાગ્યા, રાવળજી જેના ઉપર રાજીથાય તેઓ રાંકહેય તોપણ પૃથ્વી ઉપર છત્રપતિ થવા લાગ્યા અને જેના ઉપર ક્રોધકરે તેનો એક અંશ પણ પૃથ્વી ઉપર ન રહેવા લાગ્યા, અંગમાં અપાર પરાક્રમવાળા રાવળજી પોતાની ભુજાઓના બળથી રંકને રાજા અને રાજાને રંક બનાવવા લાગ્યા, કચ્છના તખ્તરૂપી અયોધ્યામાં જામલાખાજીરૂપી દશરથરાજાને ઘેર એ રીતે જામરાવળજી રામરૂપે દીપવા લાગ્યા અને તેથી નાના હરધોળજી તે લક્ષ્મણજીની પેઠે ભાવા લાગ્યા.
રોહો ! रावळ रुप सु रामरे, तपीओ कच्छ छत्र ताम ।।
વનું ક્ષાર ર, વર છે વીસરામ ૧૨વિ. વિ. અર્થ-રામચંદ્રરૂપી રાવળજી કચ્છની ધરામાં તપવા લાગ્યા શુરપણું અને ઉદારતા એ બન્ને ગુણે તેઓમાં હતા અને પોતે છએ વર્ણના વિશ્રામ રૂપે હતા.
ઉપર મુજબ જામશ્રી રાવળજી કચ્છની રાજ્યગાદી ઉપર આનંદ ઉછવથી રામરાજ્ય કરતા હતા તેવામાં એક દિવસ હેમંતઋતુમાં સવારની કચેરીમાં જામ રાવળજી સવ અમીર ઉમરાવો સાથે બીરાજી “સાલમપાક જમતા હતા, તેવામાં ચોપદારે આવી જાહેર કર્યું કે કોઈ બે મારવાડી ચારણ કવિરાજે આપશ્રી હજુર આવવાની રજા માગે છે; એ ઉપરથી અંદર આવવાની રજા આપતાં તેઓ બને વિદ્વાનો કચેરીમાં દાખલ થયા, રાજરીત મુજબ તેઓએ આવી બીરદાવળી બોલતાં જામરાવળજી સામાચાલી અને મળ્યા ને ગ્ય આસને બેસારી કુશળ સમાચાર પૂછ્યા રાવળજામના હુકમ મુજબ હજુરીએ બંને કવિઓને સાલમપાકના લાડુઓ આપ્યા, તે સહુ કચેરી જમી રહ્યા પછી એ આવનાર કવિશ્રી ઇશ્વરદાસજીએ (ઇસર બારેટે) જામશ્રી રાવળજીના ગુણવણુનનું નીચેનું કાવ્ય સુકંઠ સ્વરે સંભળાવ્યું હતું.
છે. રાત છે नसदीह नवाण नबळदाय नावे, सदा वसे तटजके समंद ॥ मन दुजा ठाकरां न माने, रावळ ओलगिओ राजंद ॥ १ ॥