________________
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) – શ્રી સમીકળા પ્રારંભ: | (૧૬) ૨૩ જામશ્રી હાલાજી (શ્રી ક. થી ૧૦૫).
(વિ. સં. ૧૩૦૧ થી ૧૩૩૧) જામહાલો મહા પ્રતાપી અને ધર્મિષ્ટ રાજા હતા. પિતાના રાજ્યની પ્રજાને રામરાજ્ય જેવું સુખ આપવા માંડ્યું, તેથી પ્રજાજનોએ એ ધર્માત્મા રાજાનું નામ કાયમ રાખવાને એ પ્રદેશનું નામ “હાલાર પાડયું જે ભાગ હાલપણુ કચ્છમાં એ નામે ઓળખાય છે. અને જામશ્રી રાવળજીએ પણ કાઠીઆવાડમાંનો પ્રદેશ
ત્યે તેનું નામ પણ જામશ્રી હાલાજીના નામ ઉપરથીજ “હાલાર રાખ્યું હતું. જામશ્રી હાલાજીને કાઠીઆવાડના રાજાઓ સાથે સાથે સંબંધ હતું, અને તેથી કચ્છ કાઠીઆવાડમાં તેઓની અપૂર્વ કિર્તિ હતી.
જામ હાલાજીના નાનાભાઈ જેહાજી ઉફે ( જી) લાખીઆરવીયરે જામ એઠા આગળ જતાં એઠાઓએ તેના કાન ભંભેરી જામ લાખાજી સાથે અણબનાન કરાવ્યું, અને તેથી તે ત્યાં જ રહેવા લાગ્યો ત્યાં તે જીયાજીને અબડે અને મોડ નામના પ્રતાપી પુત્રો થયા, અને તેના વંશજે અબડાણું અને મોડ શાખાના રજપુતો કહેવાવા લાગ્યા, તે હકીકત આગળ આવી ગઈ.
જામ લાખાજીને રાયઘણજી અને દેશળજી નામના બેંકુંવરે થયા, તેમાં રાયઘણજી ગાદીએ આવ્યા અને દેશળજીના વશમાં નાગડા શાખાના રજપુતો થયા. (૧૬૧) ૨૪ જામશ્રીરાયધણજી (શ્રી ક. થી ૧૦૬ )
(વિ. સં. ૧૩૩૧ થી ૧૩૭૭ સુધી) જામરાયધણજી ગાદીએ આવ્યા પછી લાખીઆરવીયર સાથેનું વેરઝેર ભુલ્યા નહોતા. તેથી તેને જત. બોરીચા અને કાઠીઓને ભેળા કરી લાખીઆર વીયરે જામઘાઓજી ઉપર ચડાઈ કરી હતી, અને “પિયણની સરહદને માટે ટેટો ઉપાડી ખુબ લડત ચલાવી હતી, ઘાઓ સ્વર્ગે જતાં તેની ગાદીએ જામવેહણજી આવ્યા તે વખતે પણ તેજ બાબતની તકરાર ઉપાડી જત વિગેરેનું લશ્કર લઈ ચડાઈ કરી હતી, પરંતુ પોતાના કાકા જેહાજીના પુત્ર અબડો અને મેડ લાખીયારવીયરે હોવાથી તેઓ લડવાને સામા આવ્યા તેથી તેમને સમજાવી બારા પરગણામાંથી તેમને ગીરાશ આપી કુટુંબકલેશ દૂર કર્યો. અબડાજી તથા મોડજીને ગીરાશ મળેલ તે ભાગનો પ્રદેશ હાલ પણ કચ્છના નલીયા પરગણુમાં અબડાસા અને મોડાસાના નામથી પ્રસિદ્ધ છે,
કાકાના દીકરા અબડાજી તથા મોડજીને મનાવી જામરાયધણજીએ ફરી જામહણજી ઉપર ચડાઈ કરી પરંતુ તે મહાન યુદ્ધમાં તેઓ શ્રી “વડસર પાસે કામ આવ્યા હતા.