________________
જામનગરને ઇતિહાસ,
(સમી કળા) ૮૯ ચાર કુમારે હતા તેમાં ઉનડજી ગાદીએ આવ્યા, અને કબીરજીના વંશજો %વડારીયા રજપુત કહેવાયા, અને મોડજીના તથા દેદાજીના વંશજે કબર રજપુત કહેવાયા. (૧૬૫) ૨૮ જામશ્રી ઉનડજી (શ્રી ક. થી ૧૧૦)
(વિ. સં. ૧૪૨૯ થી ૧૪૭૮) જામશ્રી ઉનડજી દાતારેમાં અગ્રણી હતા તેમજ મહા વીર શિરોમણી હતા. ઇ. સ. ના ચૌદમાં સૈકામાં જામઉનડે ઘુમલી ઉપર ચડાઇ કરેલી હતી પરંતુ કેટલાક સંગમાં તે ન ફાવતાં તેના દીકરા બામની (બાભણીઆઇ)એ ચડાઈ કરી શીયાજેઠવાને મારી ઘુમલીનો નાશ કર્યો હતો, રાત્રે માતાજી હીંગળાજ સ્વમમાં દર્શન દઇ કહ્યું કે તું આ સ્થળે મારી સ્થાપના કર. તેથી બાભણુયાજીએ ત્યાં માતાજીની સ્થાપના કરી દેવળ ચણુવી માતાજીનું નામ “આશાપુરા” રાખ્યું (કારણ કે જે આશાથી તેમના પિતા ઉનડે ઘુમલી ઉપર ચડાઈ કરી હતી તે આશા માતાજીએ તેના પુત્રથી પુરી પાડી) તેમજ કચ્છમાં ગયા પછી તે પ્રદેશમાં પણ મોટું દેવાલય બાંધી આશાપુરા પધરાવ્યાં હાલ તેને કચ્છમાં લેકે “માતાને મઢ” કહે છે હીંગળાજ જનારા લેકે તે મૂર્તિ આગળથી “છડી” ઉપાડે છે,
જામ ઉનડજીને ત્રણ કુંવર હતા, તેમાં યુવરાજ તમાચીજી ગાદીએ આવ્યા અને બાંભણીઆજીના વંશજો કાચ શાખાના તથા બાલાચજીના વંશજો બાલાચ શાખાના રજપુતો કહેવાયા. (૧૬૬) ૨૯ જામશ્રી તમાચીજી (શ્રી કુ. થી ૧૧૧)
(વિ. સં. ૧૪૭૮ થી ૧૫૧૮) જામશ્રી તમાચીજીના સમયમાં કંઈ જાણવાયેગ્ય લડાયક બનાવ બન્ય નથી, માત્ર એક સિંધિભાષાની કાફી ઉપરથી જણાય છે કે તેઓ એક “નુરી નામની માછીમારની કન્યા ઉપર મહોત થયા હતા ને તે કન્યા ઘણુજ ખુબસુરત હતી સદાય શાદા પોષાકમાં જ રહેતી અને મરણ પર્યત તે જામતમાચીજીને ખરા દિલથી ચાહતી તેના ગાંધર્વ લગ્ન થયા પછી જામતમાચીજી પણ તેની સાથેજ રહેતા અને તેના પ્રેમમાં તેઓ તલ્લીન હતા. એ પ્રેમી જોડાંને આજે પણ કચ્છના કેટલાક લેકે તેની કાફીઓ ગાઈ યાદ કરે છે નુરીથી તેઓને જે પુત્રો ઉત્પન્ન થયા તેને “ઝાંઝહર સરોવર' નામની જાગીર આપી હતી.
જામશ્રી તમાચીજીને રજપુત રાણુ જાયા માત્ર એકજ કુમાર હતા, જેનું નામ હરભમજી હતું અને તે તમાચીજી પછી ગાદીએ આવ્યા. * चोपाइ-कबरजीरा वडारीया कणींजे ॥ मोड तीहारा कबर मणी जे ॥
देदाजीरा कवर दरझावे ॥ कुंवर चार हरपाळ रा कावे ॥१॥ (वि.वि.)