________________
જામનગરને ઇતિહાસ. (પછી કળા) ૭૩
e૬ શ્રીષષ્ટીકળા પ્રારંભઃ શe (૧૫૧) ૧૪ જામસામત ઉર્ફ સમ (શ્રી ક. થી ૯૬ )
(વિ. સં. ૯૯૧ થી ૧૦૪૧ ) જામ ઉનડના મરણ પછી નગર સમૈ (નગર ઠઠ્ઠા) માં જામસામે અને તેમની દાદી ગોડરાણીએ રાજ્ય ચલાવ્યું. મોટીવયે તે રાજા હિંદુસ્તાનમાં પ્રસિધ્ધ થયો અને સિંધમાં મેટીસત્તા જમાવી.
ખુરાસાનને બાદશાહ નસીરૂદીન મોટું લશ્કર લઈ સિંધપર ચડી આવેલ પણ જામ સમાએ તેને હરાવી પંજાબ તરફ હાંકી કાઢયે હતો.
આ જામ સમાન વખતમાં ગુજરાતની ગાદીપર મૂળરાજ સોલંકી હતા જેણે રૂદ્રમાળ નામનું દેવાલય સિધપુરમાં ચણાવ્યું હતું તે પછી ચામુંડ ગાદીએ બેઠો. તે પછી સં. ૧૦૧૦ માં વલભ ગાદીએ બેસી ગુજરી જતાં તેજ સાલમાં દુર્લભસેન ગાદીએ બેઠે તે પછી ૧૦૨૩ માં ભીમદેવ ગાદીએ આવ્યું જેની સત્તા કચ્છમાં હતી તેઉપર આવેલા તામ્રપત્રથી સિદ્ધ થાય છે.
આ જામ સમાના નામ પરથી યદુવંશ સમાવંશના નામે પ્રસિદ્ધ થયે. એમ એક ઇતિહાસકાર લખે છે. પરંતુ–ના. ૨ ના જામસમાથી સમાવંશ ચાલેલ છે. એ વાત સત્ય છે. વળી મનાઇની તલવારના વખાણમાં “સમે સટકાઈ તડે એડી તરાર” એ આપણે આગળ વાંચી ગયા તો કહેવત છે કે “દુગાઉંસચિઊં–કાંગીત:કભીતડે એ પ્રમાણે કાવ્યથી તથા જામ લાખીઆર ભડે સમૈનગર વસાવ્યું તે બને હકીકત આ જામસમાના પહેલાંની છે. તો જામ નાં. ૨ ના સમાજામથી સમાવંશ કહેવાય એ સત્ય છે.
- (૧૫૨) ૧૫ જામકાકુ (શ્રી કુ. થી ૯૭ )
(વિ. સં. ૧૦૧ થી ૧૦ ૨) જામ કાકુ ધર્મશાલી હતોતેમણે દક્ષિણમાં રામેશ્વરની યાત્રા કરી હતી આ રાજાના વખતમાં દેશમાં લડાઇઓ અવાર નવાર ચાલતી પરંતુ ખેડુત વેપારીવર્ગ વિગેરે સૌ પોત પોતાનો ધંધો નિર્વિને અને નિર્ભયતાથી ચલાવતા હતા તેવિ બોધ મતના ચિનાઈ મુસાફર “મેગે સ્થિનિસ” લખે છે કે સમાજને મોટો ભાગ ખેડુત વગનો હોઇને અત્યંત શાંતિને ચાહનાર હતો તે વર્ગને લશ્કરી નેકરીની માફી હતી એટલુ જ નહી પણ તેના ખેડના ધંધાને લડાયક વર્ગો તરફથી બીલકુલ હરકત પહોંચતી નહેતી એક બાજુ ભયંકર લડાઈ ચાલતી હોય ત્યારે બીજી બાજુ ખેડુતો પોતાની ખેતીનું કામ ધમધોકાર ચલાવત, નજરે પડ્યા હતા.