________________
શ્રીયદુવંશપ્રકાશ
( પ્રથમખંડ પતિ મહાદેવ જેને પૂછ સંસારનાશી મિથ્યા અસત છે, એમ વિચારી પ્રસન્નપુરના રહેવાશી કવિ, બ્રાહ્મણ, વ્યાસ દામોદર સુત ગેવિંદને વાવ બેની જમીન ખેડવાણ ધાનના પાકને લાયક એક સાંતીની દાનમાં આપી, તેને માલિક બ્રાહ્મણ દાદર છે, વાવની દક્ષિણ તરફ વેકરીઆ ક્ષેત્ર, આથમણી બાજુ મહકેશર, પૂર્વે સમાણ ગામ, ઉત્તર દિશાએ માગે. એ રીતે ચદિશા સહિત આ ભૂમિને જાણી અમારા વશવાળાઓએ તથા આગળ થનારા બીજા રાજાઓએ અમારી આપેલી પાળી આપવી તે વિષે ધર્મ શાસ્ત્રનું વચન છે. ભૂમિદાન આપનાર સાઠ હજાર વર્ષ સ્વર્ગમાં વસે છે તેમજ તેને ઉત્તેજન આપનાર અને પાણી આપનાર પણ સ્વર્ગમાં વસે છે લખીતંગ કાયસ્થ કાચા મન સુત્વ ટકે ધર કેતરનાર સંધિ વિગ્રહિકચંદશર્મા.”
અવિનરાજના વંશમાં સંવત ૧૦૬૫ થી ૧૨૦૩ સુધી એટલે ૧૩૮ વર્ષ સુધી કચ્છનું રાજ્ય રહ્યું. તે ચાવડા વંશના છેલ્લા રાજા પુંજાજી ચાવડા પાસેથી જામલાબા જાડેજાએ સિંધમાંથી આવી કચ્છનું રાજ્ય કબજે કર્યું હતું.
ઉપરની રીતે જામલાખા ધુરારાના પાટવી પુત્ર “ જામ મોડથી લાખા ફલાણીના ભત્રીજા પુંઅરા સુધીના કચ્છના ઇતિહાસની સત્તા ચાવડાવંશના હાથમાં સેંપી આપણે હવે સિંધતરફ નજર કરીએ અને ધર્માત્મા જામઉનડજીવી અનુક્રમે જે રાજાઓ થયા તેની હકીકતથી વાકેફ થઇએ.
શ્રીયદુવંશપ્રકાશ પચમકળા સમાપ્ત