________________
જામનગરના ઇતિહાસ.
(પંચમ કળા)
કેટલાક દિવસ આ પ્રમાણે દાન દેવાણા પછી એક વખત માટી દીકરીના સાસરાને મેરભાઇએ મશ્કરી કરી કહ્યું કે તમારી જાન મેાટી કહેવાય માટે તમારે દાન વિશેષ આપવું જોઇએ” એ મેં સાંભળી તે ચારણને ક્રોધ ચડ્યો, પણ તુરતજ તર્ક આવતાં લાખાફુલાણી અને માવલસાખાણી રૂબરૂ મેરભાઇ પાસેથી વચન લીધું કે “હું જે દાન આપુ' તેથી મેરભાઇ ડબલ (ખમણી) દાન આપે તેા તે નાને મોટા સમજું” મેરભાઇએ તે કબુલ કર્યુ, તુરતજ પેલા ચારણે ભેઠમાંથી કટાર કાઢી પેાતાની એક આંખ કાઢી” દાનમાં આપી અને મેરાઇને કહ્યું કે હવે આપ બમણું દાન (એય આખા કાઢી) આપેા, ત્યારે કરાર પુરો થાય” મેરભાઇએ જાણ્યું કે આંખા જતાં આંધળા થશું તેથી હું નાના અને આપ મેઢા” એમ કહી માફી માગી, આવીરીતે અઘટીત બનાવ બનતાં તેજ દહાડે યજ્ઞ પુરા કરી જાનને શીખ આપી સહુ પાતાતાને ઘેર ગયા. આ યજ્ઞ વિષે માવલ સામાણીના ઘણા કાવ્યેા થયાં છે, પણ નહિ મળતાં આ સ્થળે લખવામાં આવેલ નથી, માવલ સામાણીને એ બધા પ્રતાપ પરસાતા હતા, અને એ શુભ કા પૂર્ણ કર્યાં પછી એ પરસેા' તેણે જામ લાખાફુલાણીને ભેટ આપ્યા.
નર્મ
પરસા' મળ્યા પછી લાખા ફુલાણીએ અંજારથી સાત કે।ષ ઉપર આવેલા સીણાઇ ગામે છ માઇલના ઘેરાવાવાળુ લાખાસાગર' નામનું એક માઢુ તળાવ મધાવ્યું હતુ, તેમજ દરરોજ સવાભાર સેાનાનું વિાને દાન આપી કિર્તિ ફેલાવી હતી. (સવાભારનું પ્રમાણ)
લાખા ફુલાણી મુળરાજ સામે જ્યારે લડવા ગયા ત્યારે તે પરસા' તેના વંશમાં કાઈ નહિ હાવાથી ભુજથી દાઢ કાષ ઉપર આવેલા પાણીના મેઢા ‘ઝુંડ’ (ધ્રો) માં નાખી દીધા, પાછળથી સિંધના મીર ગુલામશાહુ કચ્છપર ચડી આવ્યા, ત્યારે તેને પરસા’ની ખબર મળતાં તે ઝુડક ઉપર હાથીના કેાસ જોડાવ્યા, પણ પાણી અખુટ હેાવાથી તળીયુ' દેખાયું નહિ. કાઈ કહેછે કે કેટલાક દિવસ પાણી ઉલેચ્યા પછી માત્ર એકજ દિવસનુ ઉલેચી ખાલી કરાય તેટલું પાણી હતું લેચવાનું કામ ધમધેાકાર ચાલતું હતુ, પરંતુ રાત્રિ પડતાં એ નદીમાં એકાએક મેાટું પુર ઉપરવાસથી આવતાં એ ઝુંડક (થ્રો) જેવા હતા તેવા ભરપુર ભરાઇ ગયા, સવારે એ બનાવ જોતાં મિર ગુલામહુસેન નિરાશ થઈ સિંધમાં પાછા ગયા.
ત્યારપછી એ ‘પરસા' માટે એક લધા સરદ પુનમની અજવાળી રાત્રે એ ઝુંડને કિનારે બેસી સરણાઇમાં અનેક પ્રકારના સુરો ગાઇ રાગ રાગણી અલાપતા હતા તેથી તેના ઉપર પ્રસન્ન થઇ તે પરસે' પેાતાનો હાથ ઉંચા કરીને
* ચાર ચાવલ તથા દેય જવી ગુંજા એક. પાંચ ગુંજાÈા પણ, તથા માસે, એક. ચારપણું તથા માસા ચારા ધરણ, એક તથા ટાંક એક. ચાર ટાંક તથા ધરણુંકા કર્યું એક. ચાર ` કા, પલ એક. ૧૦૦ પલકી તુલા એક, એસી ૨૦ તુલાકા ભાર એક
*એક કકા વ્યવહારી તાલા એક હાતા હૈ. (અવતાર ચરિત્ર)