________________
શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ ) પાણુ ઉપર એક આંગળી (ટચલી આંગળી) બહાર કાઢી કિનારા પાસે લંઘા નજદીક આ લધે તેને પ્રસન્ન થયો જાણે એ આંગળી કાપી ઘેરલઈ ગયા, કેટલેક દહાડે એ દ્રવ્ય થઇ રહેતાં પાછા આવી તે પ્રમાણે સરણાઇ બજાવતાં પરસે ફરીને પણ ટચલી આંગળી આપી, આ બનાવથી તેની સ્ત્રીને એ પરસે લઇ આવવાને મેહ થયે તેથી લંઘાને કહ્યું કે “તે એક આંગળી બતાવે તે તમારે કાપવી નહિ પણ સરણુઈ બજાવતાજ રહેજે જ્યારે તેનું આખું કાંડું બહાર દેખાડે ત્યારે તેને તમારે બહાર ખેંચી લઈ ઘેર લાવો” બીજે દિવસે લંધે ડક કાંઠે બેસી સરણાઈ બજાવવા લાગે ત્યાં પરસે’ નજીક આવી ટચલી આંગળી બહાર કાઢી પણ પણ લધે તે નહિં કાપતાં સરણાઈ બજાવવા લાગે તેથી પરસે બીજી આંગળી બહાર કાઢી એમ કરતાં કરતાં પરસે” પાંચે આંગળીને ગોંચ બહાર કાઢે છતાં પણ સરણાઇ વાગતી બંધ ન પડી છેવટ ૫રસે ખુબ પ્રસન્ન થઇ પોતાના હાથનું કાંડ લગભગ કોણી સુધીનું બહાર કાઢયું, છતાં મૂર્ખ લાલચુ લંઘાએ તે નહિ કાપતાં કાંડ ઝાલી પરસાને બહાર ખેંચવા લાગ્યો, એટલામાં “પરસે એકદમ તળીયે જતાં ધંધો પણ પાણીમાં ડુબવા લાગ્યા. પાછળથી કોઇના કાઢવાથી કે પિતાની મેળે તરીને માંડમાંડ બહાર નિકળ્યો અને બીજી રાત્રે ત્યાં જઈ ખુબ સરણાઈ બજાવી પણ ફરીને તે પરસે તેને કે બીજાને કઈ વખત દર્શન આપ્યું નહિ.
- અંબાજીની સ્થાપના મિત્ર જામ લાખા ફુલાણીને અંબાજીનું ઇષ્ટ હતું તેથી તે મુળરાજ સામે લડવા ગયો ત્યારે આટકેટના કિલ્લામાં તે રહેત. અને દરરેજ પોતાના માંગીડા નામના ઘોડા ઉપર બેસી ગીરનાર ઉપર અંબાજીના દર્શને જતો. પોતાને આમ ઘણે પ્રયાસ પડતો તો પણ પિતાની ટેક જાળવવા તે કાયમ દર્શને જતો એક વખત અંબાજીએ પ્રસન્ન થઈ વર માગવા કહ્યું તેથી લાખે પોતાની સાથે આવવા કહ્યું” માતાજીએ કહેલ કે “જા હું તારી પાછળજ ચાલી આવું છું. પણ તું પાછવાળ કરજેમાં (પાછું વાળી જેજે માં) લાખે ઘોડા પર સ્વાર થઈ આટકોટ આવતાં ભાદરનો કિનારે ઉતરતાં પહેલાં તેને શંકા થઈ કે હવે ગામ લગભગ આવ્યો છું તો જોઉંત ખરે માતાજી આવે છે કે નહિં એમ વિચારી પાછું જોતાં માતાજીને તેના ઘડાની પાછળ સાવ નજદીક દેખાણ લાખે દર્શન કર્યા ત્યાં અંબાજી બોલ્યાં કે હવે આહિંથી હુ એક કદમ પણ આગળ નહિ ચાલું, આહિં મારી સ્થાપના કરજે” તેથી લાખે ત્યાં દેવાલય ચણવી સ્થાપના કરી જે હાલમાં આટકેટની પાસે બુઢણપરી, ને ભાદરને કિનારે છે.
મુળરાજની સાથે લડતાં દગાથી લાખાનું મૃત્યુ થયું અને જ્યાં તેનું માથું પડયું ત્યાં હાલ ખાંભી ને અશાડ સુદ બીજને દિવસે કાઠી દરબારે તે ખાંભી (લાખા ફુલાણી) ને કસું પાવા આજે પણ જાય છે. માથું પડ્યા પછી