________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
હેવાનું જણાવ્યું છે એની પાછળ એમને શે હેતુ હશે, એનું વિવેચન કરી શકીએ. પણ કેવલ આ કારણે જ અતિ પ્રાચીન પ્રાકૃત ગ્રંથના આધાર પર લખાયેલ જૈન ગ્રંથમાં વર્ણિત અરિષ્ટનેમિના જીવનવૃત્તાન્તને દૃષ્ટિથી દૂર કરી દેવું ગ્ય નથી.
બીજા મુદ્દાનું સ્પષ્ટીકરણ કરતાં તેઓ લખે છે કે ભાગવત સંપ્રદાયના ગ્રંથકારોએ પોતાના પરંપરાગત જ્ઞાનને ઉપગ શ્રીકૃષ્ણને પરમાત્મા સિદ્ધ કરવાનું જરૂરી હોય એટલા પ્રમાણમાં કર્યો છે. જૈન ગ્રંથમાં એવાં અનેક ઐતિહાસિક તથ્યો છે, જે ભાગવત સાહિત્યમાં ઉપલબ્ધ થતાં નથી.૮
કર્નલ ટોડ અરિષ્ટનેમિ વિષે લખે છે,–“મને એમ લાગે છે કે પ્રાચીન કાળમાં ચાર બુદ્ધ યા મેધાવી મહાપુરુષ થઈ ગયા છે. એમાં પહેલા તે આદિનાથ અને બીજા તે નેમિનાથ હતા. નેમિનાથ જ કેડીનેવિયા નિવાસીઓના પ્રથમ એડિન તથા ચીનાઓના પ્રથમ ફ દેવતા હતા.૬૯
પ્રસિદ્ધ કેવકાર ડે. નગેન્દ્રનાથ વસુ, પુરાતત્ત્વવેત્તા ઠે. કુહર, ફેસર બારનેટ, મિસ્ટર કરવા, ડો. હરિદત્ત, ડે. પ્રાણનાથ વિધાલંકાર વગેરે અન્ય અનેક વિદ્વાનોનું સ્પષ્ટ મંતવ્ય છે કે ભગવાન અરિષ્ટનેમિ એક પ્રભાવશાલી પુરુષ થઈ ગયા છે. એમને અતિહાસિક પુરુષ માનવામાં કઈ વાંધો નથી.
સાંપ્રદાયિક અભિનિવેશને કારણે વૈદિક ગ્રંથોમાં સ્પષ્ટપણે નામનિર્દેશ થયે હોવા છતાં ટીકાકારોએ મૂળ શબ્દના અર્થમાં પરિવર્તન કરી નાખ્યું છે એટલે આધુનિક સમયમાં એ આવશ્યક છે કે તટસ્થ ૬૮. જૈન સાહિત્યકા ઈતિહાસ – પૂર્વપિઠિકા - લે. પં. કૈલાસચન્દ્રજી
પૃ. ૧૭૦-૧૭૧. ૬૮. અનુસ ઓફ ધી ભંડારકર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ–પત્રિકા વોલ્યુમ ૨૩,
પૂ. ૧૨૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org