________________
દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાન
નમન કહે છે, જે ગર્ભથી જ ઉત્તમતા ન હોય તે નમુસ્કુણું શા માટે ? જગતના જીવોને સંસારથી પાર ઉતારવાની ભવાંતરથી તીવ્ર ભાવનાવાળા ગર્ભથી જ આવા ઉત્તમ જે હોય તે દેવ છે. આવા જન્મથી, ગર્ભથી, ભવાંતરથી ઉત્તમ એવા દેવ માન્યા તેથી ઘઉં રઘુત્ત ગુરેજ સર્વાપણાને લીધે શાસ્ત્ર માનવા માટે તેમના વર્તનમાં જવાની. શી જરૂર?
આવી શંકાના સમાધાનમાં જણાવાનું કે જૈનશાસ્ત્ર વર્તનને પહેલું ગણે છે, અને જ્ઞાનને પછી ગણે છે. અવિરતિ પણ સમકિતિ. દેવતાઓ વેષ વગરના કેવળીને વાંદતા નથી. મૃગાપુત્ર કેવળજ્ઞાન પછી પણ સંસારમાં રહ્યા છે, તે માબાપની સેવા કરવા નથી રહ્યા પણ એમને ચારિત્ર. લેવડાવવા રહ્યા છે. એમને પોતાને લપટાવાનો ભય નથી, માતપિતાને. પ્રતિબંધનું કારણ તથા સમયની પરિપકવતા પોતે જ્ઞાનથી જાણી છે માટે સંસારમાં રહ્યા છે અને માબાપને છ મહિને દીક્ષા પણ આપી છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે કેવળજ્ઞાન બધાનું સરખું છે પણ દેવને–શ્રી તીર્થંકરદેવને વધારે માનવાનું કારણ એ છે કે તેઓનું ભવાંતરનું તથા આ ભવનું સદ્દવર્તન છે. સદ્દવર્તન એ તે તીર્થંકરપણાની જડ છે.