________________
to
- આનંદ પ્રવચન દર્શન એ છે કે કોઈના પણ હૃદયમાં શંકા થતાં જ ભગવાન ની વાણીથી તે શંકાનું તરતજ સમાધાન આપોઆપ વગર પૂછે થઈ જાય છે, શંકા. ટળી જાય છે. આ પ્રભાવ સામાન્ય કેવળીને નથી. શ્રી તીર્થંકર નામ કર્મને જ એ પ્રભાવ છે.
- સગડી પાસે બેઠેલો માણસ ટાઢથી ઠુંઠવાય નહિ, સગડીથી દૂર ગયા પછી ભલે તે ટાઢથી ધ્રુજે, તેમ ગમે તેવા વાદીએ સમવસરણ બહાર જઈને ગમે તેમ લવે, પણ ત્યાંય તેમની એ શંકા તરતજ નિર્મૂળ થાય છે.. આથી દરેક ઉત્સપિણીમાં કે અવસર્પિણીમાં કેવળી અસંખ્યાતા. હોય પણ શ્રી તીર્થંકરદેવ તે વીસ (૨૪) જ હોય છે. દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાનને પ્રભાવ તે જુઓ ! એમની પાસે આવનાર ગણધર કંઈ પણ ન જાણતા હોય પણ ભગવાનના વદનકમલથી ત્રિપદી. પામીને ચૌદપૂર્વનું જ્ઞાન તે જ વખતે મેળવે છે. આ પ્રભાવ શ્રી તીર્થંકરશ્રી અરિહંત ભગવાનના વચનને છે. બાકીના સામાન્ય કેવળીમાં આ પ્રભાવ હોતું નથી.
ખૂબી તે જુઓ ! ગણધર મહારાજ શ્રી તીર્થ કરથી જ સમજે, એમના જ વચને તેમને બોધ થાય, અને એ જ ભગવાનના વાસક્ષેપના પ્રક્ષેપનના અદ્વિતીય પ્રભાવે ચૌદ પૂર્વ અને બાર અંગની ત્યાં જ રચના કરે ! આ પ્રભાવ છે શ્રી તીર્થકરનામકર્મન ! ! ! માટે જ કેવળી અસંખ્યાતા છતાં દરેક કાળમાં દેવ વીસને જ માન્યા છે. શ્રી તીર્થંકરદેવ માતાના ગર્ભમાં આવે છે, ત્યારે ઈદ્રોનાં આસન ડેલે છે તે શાથી? ભગવાન તે માતાના ગર્ભમાં છે, આસનોને ચલાયમાન કેણ કરે છે? અહા ! એ છે ભગવાનનું પુણ્ય !
ભગવાનની માતા ઉજજવલ ચૌદ સ્વપ્ન જુએ છે. એ સ્વનો જોવાનું માતાએ પણ નહોતું ધાર્યું કે માતાને આવાં સ્વપ્ન દેખાડવાનું ભગવાને પણ નહોતું વિચાર્યું. તે પછી એ બન્યું કેમ? એ દેવાધિદેવના દેવત્વના પુણ્યને અચિંત્ય પ્રભાવ!!! સર્વ તીર્થકરની માતા, પુત્ર
જ્યારે કુક્ષિમાં આવે ત્યારે ચૌદ સ્વપ્નાંઓ જુએ છે, એટલે જે જીવ કૂખમાં આવ્યા તે અરિહંત કહેવાય છે. તે વખતે ઈંદ્ર મહારાજા