________________
દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાન કલુષિત કરતા નથી. શ્રીકૃષ્ણજી અને જરાસંધના યુદ્ધમાં ભગવાન શ્રી નિમિનાથજી સાથે ગયા છે. ભગવાન્ અનંત બળના સ્વામી છે. તેઓ જે હાથમાં ધનુષ્યબાણ ધારણ કરે તે તેમની સામે ઊભા રહેવાની ત્રણ ભુવનમાં કોની તાકાત છે ? ભગવાન હતા યાદના પક્ષમાં પોતે યદુકુલ ભૂષણ હતા. હજી દીક્ષા લીધી નહોતી. જેમ યુદ્ધભૂમિમાં આવવું પડયું તેમ યુદ્ધમાં ઉતરવું પણ પડયું પણ પોતે કયું શું ? કોઈનેય હો ખરો ? ને ! માત્ર ચોમેર ઘુમ્યા અને હલ્લાને બરાબર રોક ! કૃષ્ણજી પાસે અઠમની આરાધના કરાવી, ભાવી તીર્થેશ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ કઢાવી, પૂજન કરાવી, તેના સ્નાત્રજળથી લશ્કરની જરા નિવારી. શિવાદેવીના નંદન શ્રી નેમિનાથસ્વામિએ આ બધું કર્યું પણ જરાસંધના સામા ન થયા.
વિચારો ! યાદોને તો જીવનમરણને ત્યારે પ્રશ્ન હતે. મથુરા તરફથી આવ્યા છે, તે વખતે યાદ હારી જાય તો હિંદુસ્થાનમાં રહેવાનું સ્થાન નહોતું. આવા કટોકટીના મામલામાં પણ સમુદ્રવિજયજીના વ્હાલા પુત્ર ભગવાન શ્રી નેમિનાથવામીજીનું કેવું ઉચ્ચ વર્તન ! અતઃ તીવમાં તીવ્ર પુણ્યના સમુદાયને તીર્થંકર પામેલા હોય છે. ચાલુ ભવમાં તે જ વખતે પુણ્યાઈ કરીને તેઓ ઉત્તમ થાય છે એમ નથી. ભવાંતરથી જ તેમની ઉત્તમતા ચાલી આવે છે. પૂર્વભવને સંસ્કાર કાયમ છે. જે શુમમાવિત્તમા અનેક ભવોથી શુભ સંસ્કારથી નિવાસિત થયેલ આત્મા આ જન્મમાં જન્મથી જ ઉત્તમ હોય તેમાં શી નવાઈ? શ્રી તીર્થંકરદેવમાં તથા કેવળીમાં અસમાનતા કયાં છે?
ઉત્કૃષ્ટ પુણ્યના અચિંત્ય પ્રભાવમાં !!! કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી સામાન્ય કેવળી તથા તીર્થકર કેવળીનું કેવળજ્ઞાન તો સમાન જ છે. તેમાં અણુમાત્ર ફરક નથી. માત્ર અસમાનતા શ્રી તીર્થંકરદેવની ઉત્કૃષ્ટ પુણ્યાઈને અંગે છે. વિજળીને પ્રવાહ બધે સરખે છે, કરંટમાં ફરક નથી પણ અજવાળાને ફરક લેબના કારણે છે. શ્રી તીર્થંકરદેવનું પુણ્ય ઉત્કૃષ્ટ છે. એ પુણ્યને જગતમાં જેટ નથી. અસંખ્યાત દેવતાઓ, મનુષ્ય શ્રોતા છે, ભગવાન્ ઉપદેશક છે, આશ્ચર્ય