________________
આનંદ પ્રવચન દર્શન
-
-
>
દેખાતું હતું. એ જ રીતે સંસારરૂપી ભયાનક અંધારી ગુફામાં જીવે અથડાઈ રહ્યા હતા, એ અંધારામાં સ્પર્શ, રસ, ગંધ, શબ્દ, રૂપાદિ તો માલુમ પડતા હતા પણ આત્મા કેણ છે? કેમ રખડે છે ? તેને ઉધ્ધાર શી રીતે થાય ? એનું કેઈને લક્ષ્ય નહોતું. આટલા માટે અહીં સંસારને અંધારી ગુફા ગણાવવામાં આવે છે. તેમાં કેવળજ્ઞાન મેળવી, કાકડાને પ્રથમ પ્રકાશ પાથરનાર કેવળજ્ઞાનની જ્યોતિ જગતમાં પ્રથમ ઝવહળાવનાર, દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાનું છે. પછી એ માગે અન્ય આત્માઓ કેવળજ્ઞાન મેળવે છે.
અંધારી ગુફામાંથી ગમે તેના પ્રગટેલા કાકડાના પ્રકાશથી બહાર નીકળનારો હોય પણ ઉપકાર તે મૂળ દીવાસળીથી પ્રથમ કાકડો સળગાવનારને જ માનશે. કાકડામાં ફરક નથી. કાકડાના અજવાળામાં ફરક નથી, પણ ધન્યવાદ સૌ પહેલાં દિવાસળીથી પ્રથમ કાકડે પ્રગટાવ્યો તેને જ ઘટે છે. મોક્ષમાર્ગ બંધ થયા પછી બીજા તીર્થકર ઉત્પન્ન થાય ત્યારે એ જ મુજબ જાણવું, મોક્ષ માર્ગને પ્રથમ પ્રવર્તાવનાર શ્રી તીર્થકર છે, શ્રી અરિહંત છે માટે તેમને આપણે વધારે ઉપકારી ગણીએ છીએ.
તીર્થકર કેણું થઈ શકે ? તીર્થકર કોણ થઈ શકે ? જગતને ઉધાર કરવાનું ભવાંતરથી જેનું પ્રબળ ધ્યેય હોય તે જ તીર્થંકર થઈ શકે છે. તીર્થકર માટે આ અબાધિત નિયમ છે. કેવળી માટે ભવાંતરને પણ નિયમ નથી. તેમજ આ ભવમાં પણ તેઓ સારા વર્તનવાળા જ હોય તેવો નિયમ નથી. પ્રથમ લુચ્ચા પણ હોય, કૂર પણ હોય તેવા આત્માએ પણ જીવનપલટાના ચગે, સંયમ સાધીને, તપશ્ચર્યાથી કર્મની નિર્જરા કરીને કેવળજ્ઞાન મેળવી શકે છે. એટલે કે કેવળજ્ઞાની તે જીવન પલટા પૂર્વે અસદવર્તનવાળા પણ હેઈ શકે, જ્યારે શ્રી તીર્થકર દેવ માટે તે એ નિયમ જ કે તેઓ ઉચ્ચ વર્તનવાળા જ હોય; એટલા જ માટે દેવતત્વમાં શ્રી અરિહંત દેવની, શ્રી તીર્થંકરદેવની સ્થાપના છે. અને તેમને જ દેવ માનીએ છીએ.
શ્રી તીર્થંકરદેવ અપકૃત્ય કરનારા હેય, અસ૬ વર્તનવાળા હોય એ ન મૂતો ભવિષ્યતિ કટોકટીના પ્રસંગે પણ તેઓ પોતાના જીવનને