________________
આનંદપ્રવચન દર્શન (૧૦૦)ને અર્ધાએ [] ગુણે તે શું આવે ? પચાસ !
કહેવાય ગુણાકાર, પણ થયો ભાગાકાર ! મનમાં સમજે, ગુણાકાર પણ અપૂર્ણાંકનો ગુણાકાર એ ભાગાકારનો ભાઈ છે. તેમ જે દેવતત્ત્વ શુદ્ધ ન મળ્યું તે પછી ગુરૂતત્ત્વ તથા ધર્મતત્વ માટે ભલે જિંદગી અર્પણ કરે અને તે ધર્મ લગે ખરો પણ ખરી રીતે તે ભાગાકારને ભાઈ છે. શુદ્ધ દેવતત્વ વિના શુદ્ધ ગુરૂ તથા શુદ્ધ ધર્મ મળશે નહિ. તુંબડીમાં કાંકરા જેવા દેવે બતાવેલા ધમથી વળે શું?
દેવના કથનાનુસાર વર્તવું તેનું નામ ધર્મ છે એટલે એ સ્પષ્ટ બાબત છે કે દેવતત્વ શુદ્ધ સાંપડી શકશે, તે જ ધર્મતત્વ શુદ્ધ સાંપડશે. જ્યાં દેવ જ તુંબડીમાં કાંકરા જેવા હોય, જીવાજીવાદિ પદાર્થોને ન જાણતા હોય એવા દેવે બતાવેલા ધર્મથી વળે શું ? ગંભીર કેસમાં કાયદાને તથા કેસોને અનુભવી બેરિસ્ટર શોધે છે, ઉપરટી, લેભાગુ વકીલ શેઘતા નથી. જ્યારે દુનિયાદારીમાં આટલી બારીક શોધળની કાળજી (ચીવટ) રાખે છે. તે પછી જ્યાં આત્મકલ્યાણને મહાનું પ્રશ્ન છે ત્યાં કાંઈ તપાસ જ નહિ ?
કદાચ કઈ એમ કહે કે-“દવા આપનારો રોગી હોય તેમાં અસર હું શું કું? અમારે તે ચેમ્સી દવાનું કામ છે. હવે રે મટાડનારી મળે પછી દવા આપનારો ગમે તેવો હોય તેની અમારે પંચાત નથી. તેમ અમારે તે શુદ્ધ ઘમ બતાવે એટલે બસ! દેવના જીવન સાથે અમારે કામ શું ? ઝારી લેઢાની હેય કે સેનાની અમારે તે પાણીથી મતલબ છે. દેવ સદાચારી હોય કે દુરાચારી, એની પંચાત શા માટે? અમને ધર્મ તથા ગુરૂ સાચા બતાવે એટલે બસ !”
જેનું વર્તન સાચું નથી, યોગ્ય નથી તે અન્યને સત્ય તથા ઉચિત બતાવી શકે કયાંથી? જૈનમતમાં તે આવી શંકાને સ્થાન જ નથી. કલ્યાણને માર્ગ જાણકારે બતાવે કે અજાણ્યો ? પણ વર્તન વગર કઈ સાચું જાણે નહિ. વર્તન વિનાને જાણકાર સાચે જાણકાર