________________
દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાન નથી. જૈનશાસ્ત્રકારનો તે નિયમ છે કે પ્રરૂપણ સાચી કરનારનું પણ વર્તન સારૂં ન હોય તો તેને સાચું જાણનાર માનવો નહિ.
|
સર્વજ્ઞ થવાય ક્યારે ? મેહનીયકર્મને ક્ષય થયા પછી વીતરાગ થવાય, પછી જ સર્વસ થવાય. વીતરાગ થયા વગર કઈ પણ સર્વજ્ઞ થઈ શકે જ નહિ. અગીયારમાં ગુણસ્થાનકને છેડે(અંતે)અને બારમા ગુણસ્થાનકના પ્રારંભમાં વીતરાગપણું આવી જાય છે. સર્વજ્ઞપણું તેરમાં ગુણસ્થાનકે લાભે છે (પ્રાપ્ત થાય છે.) જૈનદર્શનમાં મેહનીય કર્મવાળાને સર્વ માન્યા નથી. વીતરાગપણું પણ છદ્મસ્થનું ગુણસ્થાનક છે. રાગદ્વેષ રૂપી મેહનીય કર્મ જે વર્તનને બગાડનાર છે, તેને પ્રથમ ક્ષય થ જોઈએ, પછી જ જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થાય. તેથી ધર્મને ઉપદેશક પ્રથમ શુદ્ધમાં શુદ્ધ વર્તનવાળો હોવો જોઈએ. યથાખ્યાત ચારિત્રવાળાને સર્વાપણું સાંપડે છે. અન્ય પ્રકારના ચારિત્રવાળા સર્વજ્ઞ બની શકતા નથી, સર્વજ્ઞ. બનનારનું વર્તન પ્રથમ સુધરવું જોઈએ. વર્તાનના સુધારા વિના, મેહનીય કર્મ ગયા વિના, ક્ષીણ મેહી થયા વિના કેઈ સર્વજ્ઞ થતા નથી.
શ્રી અરિહંત દેવને જ શા માટે વળગવું? જે કેવળજ્ઞાન મેળવનાર સર્વજ્ઞ જ છે તે પછી શ્રી અરિહંત દેવને જ શા માટે વળગવું? આવો પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે. એ વાત. ખરી છે કે શ્રી સિદ્ધ ભગવાન ના કેવળજ્ઞાનમાં, શ્રી તીર્થંકર દેવના કેવળજ્ઞાનમાં તથા ચૌદમે તેરમે ગુણસ્થાનકે રહેલા અન્ય કેવળજ્ઞાની સર્વના કેવળજ્ઞાનમાં જરા પણ ફેરફાર નથી. પણ ગુફામાં અંધારું ઘર છે, એક હજાર માણસે એ ભયાનક અંધારામાં અટવાય છે. તેમાં એક મનુષ્ય દીવાસળીથી કાકડે સળગાવ્ય, એના ઉપરથી પછી ભલે બીજા પચાસ કાકડા સળગે, પણ શાબાશી તે પ્રથમ કાકડે સળગાવનારને. જ છે, કેમકે પછીના કાકડાનું મૂળ કારણ પ્રથમને કાકડે છે.
પ્રથમ પ્રકાશ પાથરનાર પછીના તમામ પ્રકાશનું ઉપાદાન કારણ છે, અર્થાત્ મૂળકારણ છે. અંધારી ગુફામાં બીજી બધી પ્રવૃત્તિ થતી. હતી પણ કાકડાના અજવાળાના અભાવે છતી આંખે ત્યાં કાંઈ ન