________________
શાસનપ્રભાવક
ઓટ આવી નહોતી. સં. ૨૦૦૯ની સાલમાં મારવાડ–શ્રી રાણકપુરજી મહાતીર્થની પ્રતિષ્ઠા વખતે પૂજ્યશ્રી સપરિવાર પધાર્યા હતા. માર્ગમાં વડનગરના સંઘે પૂજ્યશ્રીનું અપૂર્વ સ્વાગત કર્યું. સુપ્રસિદ્ધ સંગીતકાર શ્રી ગજાનન ભક્તિગાનપૂર્વક પૂજ્યશ્રીને ગામમાં લીધા હતા. પૂજાઆંગીને ભવ્ય ઉત્સવ ઊજવાયું હતું. વિહાર વેળાએ શ્રી ગજાનન ઠાકુરે જ પૂજ્યશ્રીને નબળી આંખે જોઈ ને પૂછયું હતું કે, “આપને ચાલવામાં તકલીફ થતી હશે?” ત્યારે તેઓશ્રીએ હસતા મુખે કહ્યું હતું કે, “હવે મારે એની ચિંતા કરવાની જરૂર નથી, મેં આંખને પૂરેપૂરે કસ કાઢી લીધે છે.” આ સાંભળનારા સર્વે તેઓશ્રીને મનોમન વંદી રહ્યા હતા કે અનેક વ્યાધિ વચ્ચે પણ તેઓશ્રી અડીખમ ધર્મ ધુરંધર બનીને આગળ વધી રહ્યા છે ! આવી હતી તેઓશ્રીની સમજણ, વિનમ્રતા અને સહનશીલતા !
સાધુ-વત્સલ : પૂજ્યશ્રીને સાધુઓ પર અપૂર્વ વાત્સલ્ય હતું. કેઈ પણ સાધુ તેમની પાસે ઊભા રહેવામાં શાંત-શીતળ ઝરણા પાસે ઊભા હેવાને અનુભવ કરતા. અન્યની નાદુરસ્ત તબિયતમાં ઔષધોપચાર કરવામાં અને આશના-વાસના કરવામાં પણ પૂજ્યશ્રીને જેટે મળે મુશ્કેલ હતું. એટલે તે તેઓશ્રી સાધુસમુદાયમાં વાત્સલ્યમૂતિ સમા પ્રતિષ્ઠિત હતા.
આત્મજાગૃતિ : સદા જાગ્રત અને ઉપગપૂર્વકની અવસ્થા પૂજ્યશ્રીને ખાસ ગુણ હતે નરમ તબિયતમાં પણ કેઈ કાંઈ પણ પ્રશ્ન પૂછે તે પણ પૂરી સ્વસ્થતાથી-સ્પષ્ટતાથી ઉત્તર મળે જ હેય! એમને કઈ વાર અનુપગ ભાવ થતે જ નહીં. છતાં, નિઃસ્પૃહી મને ભાવ સાથે જ ધર્મપરાયણ રહેતા પૂજ્યશ્રી અનેક ઉમદા ગુણેથી વિભૂષિત હતા. એક વાર એક ભાવુકજને નિર્દોષ ભાવે પૂછ્યું હતું કે, “દાદા! આપને કેઈ ઇચ્છા છે? જે હોય તે જરા પણ સંકેચ રાખ્યા વિના કહે.” વારંવાર પૂછવાથી એક વાર દાદાએ ઉત્તર આપ્યો હતો કે,
સ્પૃહા કે અભિલાષા નથી. ફક્ત મારે ભવ–મારે સંસાર ઓછો થાય એ જ ઈચ્છા છે.” આ આત્મજાગૃતિ, આ ભવભીરુતા, આ વિરાગીવૃત્તિ અને પૃહાહીન વ્યક્તિત્વથી અસંખ્ય જેન– જૈનેતર ભાવકે પ્રભાવિત થયા હતા. આ કલિકાલમાં પણ પૂર્વના બહુશ્રુત ગીતાર્થ આચાર્ય ભગવંતની ઝાંખી કરાવે એવા એ પુણ્યપુરુષ પર દુષ્ટ દેવની છાયા પડી. સં. ૨૦૨૦ના વૈશાખ વદ ૧૧ની રાતે ભાવનગરમાં આપણું આ ગુણિયલ સૂરિશિરોમણિ કાળધર્મ પામ્યા. તે સાથે જ જાણે જ્ઞાનને પ્રકાશ, વાત્સલ્યને સાગર, જપ-તપને પર્વત અને ધર્મશાસનનાં પ્રભાવક–પુણ્યદાયી કાર્યો કરનાર મહાતપસ્વી પૃથ્વી પરથી અદશ્ય થયાને અનુભવ થયે ! એ અનન્ય ગુણભંડાર પૂ. ગુરુભગવંતને અનંતશઃ વંદન હજો !
[ આ વિરલ વિભૂતિની કેટલીક સ્થૂળ વિગત : સં. ૧૯૪૪ના પિષ સુદ ૧૩ના તીર્થ ભૂમિ સ્થંભન (ખંભાત)માં જન્મ. પિતા છોટાલાલભાઈ અને માતા પરસનબહેન. ખેડા જિલ્લાના માતર તીર્થ પાસેના દેવા ગામમાં સં. ૧૯૬૨ના વૈશાખ સુદ પાંચમે ભાગવતી દીક્ષા. કપડવંજ મુકામે સં. ૧૯૯૬માં અષાઢ સુદ પાંચમે ગણિપદ અને અષાઢ વદ ૯ના પંન્યાસપદ. સાદડી (મારવાડ)માં સં. ૧૯૭રના માગશર વદ ૩ના ઉપાધ્યાયપદ, ખંભાતનગરે સં. ૧૯૭૯ના વૈશાખ વદ બીજને શુભ દિને આચાર્ય પદ.] ( સંકલન : પૂ. પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી મહારાજ)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org