________________
શાસનપ્રભાવક
અષ્ટ-ગણિસંપદાઓથી અલંકૃત ગણનાયક : વર્તમાન શ્રમણસંધસુવિહિત શિરોમણિ : તપાગચ્છગગને દિનમણિ? ગીતાર્થ મહાપુરુષોમાં શિરોમણિ હજારો પુણ્યાત્માઓના પરમ તારક : પૂ. આચાર્ય શ્રી વિજયે દયસૂરીશ્વરજી મહારાજ
સૌના દાદા, ઉપશમરસિધુ, ગીતાર્થ સાથે શિરેમણિ, પ્રાતઃસ્મરણીય નામધેય આચાર્યભગવંત શ્રીમદ્ વિજયસૂરીશ્વરજી મહારાજ એટલે આજીવન જ્ઞાન અને તપની સાક્ષાત્ મૂર્તિ લકત્તર જિનશાસનમાં આત્માના અનંત ગુણે દર્શાવ્યા છે. તેમાં બે ગુણ મુખ્ય છેજ્ઞાન અને દર્શન. એમાંયે જ્ઞાન જ પ્રધાન છે. જ્ઞાન જ સમ્યક્ દર્શનનું કારણ છે. આવી વિશિષ્ટ જ્ઞાનદષ્ટિને જ જન્મજાત આત્મસાત કરીને ધર્મપ્રીતિ દાખવતા ઉજમશીભાઈ અન્ય મિત્રો સાથે ધાર્મિક અધ્યયનમાં મગ્ન રહેતા જ હતા. એવામાં એમના શહેર ખંભાતમાં વિ. સં. ૧૯૫૪માં શાસનસમ્રાટ ગુરુભગવંતનું આગમન થયું; અને જાણે સોનામાં સુગંધ મળી ! પૂ. ગુરુદેવ તે જંગમ (હાલતી ચાલતી) પાઠશાળા હતા. શ્રી ઉજમશીભાઈ અને તેમના અન્ય મિત્રો – હીરાલાલ, વાડીલાલ, દલસુખભાઈ, આશાલાલ, ઉમેદચંદ, નારાયણદાસ વગેરે સર્વ કઈ પૂ. ગુરુદેવની જંગમ પાઠશાળાના નિયમિત વિદ્યાથીઓ બની રહ્યા. શ્રી ઉજમશીભાઈએ જોતજોતામાં પંચપ્રતિક્રમણાદિ ધાર્મિક અભ્યાસ કરવા સાથે પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, આદિ શાસ્ત્રીય ગ્રંથને સમજણપૂર્વક અભ્યાસ કર્યો. પૂ. ગુરુદેવના વિહાર સાથે અન્યત્ર જઈને પણ તેઓ પિતાની જ્ઞાનપિપાસા મિટાવતા. તેઓ સોળ વર્ષની નાની વયે
ચંદ્રપ્રભા” નામક ( ૮ હજાર કલેકપ્રમાણ) વ્યાકરણ ભણીને પારંગત થયા. એટલું જ નહિ, પૂ. સાધુ-સાધ્વીજીઓને પણ પ્રકરણાદિ સ્વપઠિત ગ્રંથનું સાંગોપાંગ અધ્યાપન કરાવતા થયા.
ગુરુભક્તિ અને ગુર્વાસાપાલન: તેઓશ્રીની ગુરુભક્તિ અનન્ય હતી. શ્રી કદમ્બગિરિ મહાતીર્થનું ઉદ્ધારકાર્ય ચાલી રહ્યું હતું ત્યારે પૂ. ગુરુદેવની સાથે વૈશાખના ધોમધખતા તડકામાં પણ સતત ફરતા રહેતા. જેમાં સ્થાયી તીર્થકાર્યોમાં અવિરત ઉત્સાહથી વર્તતા, તેમ અવિશ્રાંત અધ્યયનપ્રીતિથી અને પ્રભાવશાળી વ્યક્તિત્વથી સર્વને પૂજ્ય બની રહેતા. એક જ દિવસમાં પકુખીસૂત્ર કઠસ્થ કરવું અને ફક્ત ત્રણ જ વર્ષના સંયમપર્યાયમાં જ આવશ્યક સૂત્ર-હરિભદ્રીયવૃત્તિ સાથે સ્વયં વાંચવું એ એમની અભ્યાસનિષ્ઠાનાં જવલંત ઉદાહરણ છે. એ સર્વ ગુરુભક્તિનું સ્વાભાવિક ફળ છે એમ તેઓશ્રી સર્વને કહેતા, અને એ પ્રમાણે આચરણ કરવા સર્વને પ્રેરણા આપતા. એકવાર પૂ. ગુરુદેવભગવંતને ચાણસ્મામાં એકધારો એકવીસ દિવસ તાવ આવ્યો ત્યારે તેમની ગુરુભક્તિનાં દર્શન થયાં હતાં.
પાઠ-વાચના : સાધુ-સમુદાયના અભ્યાસ પર સતત લક્ષ રાખવું એ પૂજ્યશ્રીને મુખ્ય ગુણ હતો. કોઈ સ્વ-પર કાર્યને લીધે કયારેક કેઈ સાધુજનને વાચના ન અપાઈ હોય તે તેનું અત્યંત દુઃખ ધાતા. અને પછીના તબકકે સામેની વ્યક્તિને જે રસનિમગ્નતાથી અધ્યયન કરાવતા તેનાથી તેમને શિષ્યગણ મુક્ત અને પ્રશંસા કરતા થાકતે નહીં.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org