________________
૫૫
શ્રમણભગવંતો-ર ડોલી ઊઠ્યાં! આ ગ્રંથની સિદ્ધિ-પ્રસિદ્ધિ પછી પૂજ્યશ્રીએ અનેક ટીકા અને મૌલિક ગ્રંથની રચના કરી. “સ્વાદ્વાદબિંદુ ” નામના ગ્રંથમાં તેઓશ્રીની નવ્ય ન્યાય ઉપરની પ્રભુતાનાં દર્શન થાય છે. ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે શ્રી મહાવીર પરમાત્માની
સ્તવના રૂપે ખંડન ખાદ્યનું નિર્માણ કર્યું છે અને વિવરણ લખ્યું છે. એ વિવરણને સરળ રીતે સમજાવવા માટે પૂજ્યશ્રીએ પચીસ હજાર લોકપ્રમાણુ વૃત્તિ લખી છે, છે મૂળ ગ્રંથને સમજવામાં ભોમિયાની ગરજ સારે છે. એમના જ અન્ય ગ્રંથ “તત્ત્વાર્થસૂત્ર” પરના વિવરણને સમજાવનાર “ગૂઢાર્થદીપિકા” નામની વૃત્તિ લખી છે. પયુંષણ-મહાભ્ય દર્શાવતો “પયુષણ કલ્પલતા” નામનો સુંદર ગ્રંથ રચ્યો છે. આ ઉપરાંત, અનેક નાના-મોટા ગ્રંથનું નિર્માણ કરીને પૂજ્યશ્રીએ જીવનકાળ દરમિયાન જ્ઞાને પાસના આદર્શ પર પાડ્યો છે.'
સાધનામય જીવન : પૂજ્યશ્રી આવા પ્રકાંડ વિદ્વાન, સમર્થ મૃતધર, સક્ષમ ગ્રંથનિર્માતા હેવા છતાં અહંકારથી પેજને દૂર રહેતા. કયારેય પિતાના પાંડિત્યનું પ્રદર્શન કરતા નહીં. તેમની શ્રત પાસના માત્ર સ્વાન્તઃ સુખાય અને બહુજનહિતાય જ રહેતી. આવા નિરીહ મનવૃત્તિવાળા સૂરિશ્રેષમાં સરળતા, સર્વજનહિતકામિતા, વ્યવહાર–ઉચિતતા, શિષ્યવત્સલતા આદિ અનેક ગુણના દર્શન થતા. એ ગુણના આકર્ષણથી અનેક પુણ્યવંત એમના શિષ્ય બનવામાં પિતાનું સદ્ભાગ્ય સમજતા. એવા તેજસ્વી શિષ્ય-પ્રશિષ્યમાં વિદ્વદુવર્ય આચાર્ય શ્રી વિજયયાનંદસૂરીશ્વરજી મહારાજ, પ્રજ્ઞામૂર્તિ આચાર્ય શ્રી વિજયપ્રિયંકરસૂરીશ્વરજી મહારાજ, તપસ્વી મુનિરત્ન શ્રી કુસુમવિજયજી, વિદ્રમૂર્ધન્ય શ્રી ગુણવિજયજી, ગપરાયણ મુનિ શ્રી મહાદયવિજ્યજી, કલ્યાણકામી મુનિ શ્રી કલ્યાણવિજયજી, શાસનતિલક શ્રી તિલકવિજયજી, શાંતમૂતિ શ્રી શાંતિવિજયજી, ગુણરત્નાકર મુનિ શ્રી રત્નાકરવિજયજી, ભદ્રસૂતિ શ્રી હરિભદ્રવિજ્યજી વગેરે મુનિવરેને ગણાવી શકાય. તદુપરાંત, તેઓશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેક સુકૃત્ય થયાં છે. ઉપધાન, પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉદ્યાપન, દીક્ષાદિ મહેત્સ, સંઘયાત્રાએ આદિ અનેક કાર્યો દ્વારા તેમણે અનેક જીવને બધિરત્ન પ્રાપ્ત કરાવ્યું છે. પૂજ્યશ્રીના જ્ઞાનસાધનામય જીવનને જોતાં તેઓશ્રીને “ન્યાયવાચસ્પતિ” અને “શાસ્ત્રવિશારદ” જેવાં શ્રેષ્ઠતાસૂચક બિરૂદો પણ મળ્યાં છે. પૂજ્યશ્રીના વરદ્ હસ્તે થયેલી પ્રતિષ્ઠાઓમાં શ્રી તાલધ્વજ (તળાજા) તીર્થમાં બે વાર થયેલી પ્રતિષ્ઠા, જેસર, જસપરા, સુરેન્દ્રનગર, શિહોર, ઘોઘા, તણસા, મહુવા, કપડવંજ વગેરે સ્થાનેની જૈન-જૈનેતર સમાજમાં ચિરસ્મરણીય બની રહે એવી સુસમ્પન બની હતી.
- ૬૪ વર્ષના સુદીર્ઘ દીક્ષા પર્યાયમાં પૂજ્યશ્રીએ જિનશાસનના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થાય એવાં સુકાર્યો કર્યા ! એક મહાગ્રંથ રચાય એટલી પ્રવૃત્તિઓ કરી ! સં. ૨૦૧૬ના ચૈત્ર વદ ૪ને દિવસે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની છાયામાં નશ્વર દેહનો ત્યાગ કરીને સ્વર્ગારોહણ પામ્યા. તેમની ગુણાનુવાદ સભાઓમાં પૂજ્યશ્રીના ગૌરવપૂર્ણ જીવનકાર્યોની ઝાંખી થઈ. તેઓશ્રીને જન્મશતાબ્દી મહોત્સવ પણ તેમની અપૂર્વ કીર્તિગાથાને પરિચાયક બની રહ્યો ! એવા મહાસૂરિવરને કેટિ કોટિ વંદના !
(સંકલન : મુનિશ્રી નંદિષેણવિજયજી).
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org