________________
યુઝ
બાળક ઉત્તમ જ હોય ને ! સુંદર જ હોય ને ! – તા, બાળકતું નામ પણ રાખ્યું સુદરજી. કર્તવ્યનિષ્ઠ જીવન, વ્યવહારમાં સાદગી, સહનશીલતા, ઔદાય પૂર્ણ મનોવૃત્તિ, નિર'તર પરોપકારની ભાવના વીતરાગના ધમ · પ્રત્યે અવિહડ વફાદારી વગેરે માતાના સ`સ્કારવાસિત ગુણાથી ઘેરી અસર બાળક સુંદરજીના માનસ પર પ્રથમથી જ છવાઈ ગઈ હતી. એમાં પૂજ્યપાદ પરમ તપસ્વી શ્રમણશ્રેષ્ઠ શ્રી ખાંતિવિજયજી મહારાજના સપ થયા અને સુંદરજીભાઈ સથમ અંગીકાર કરવા કટિબદ્ધ બન્યા. સંસ્કારી કુટુંબની સંમતિ મળતાં સં. ૧૯૫૯ના અષાઢ સુદ ૧૦ના મંગળ દિને ભાવનગર મુકામે, સૂરિશિરોમણિ શાસનસમ્રાટ પૂજ્યપાદ આચાર્ય પ્રવર શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે મહામહોત્સવપૂર્વક દીક્ષા આપવામાં આવી; અને મુનિશ્રી દનવિજયજી નામ આપવામાં આવ્યું.
શાસનપ્રભાવક
પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી વિજયનેમિસૂરીશ્ર્વરજી મહારાજ શાસનપ્રભાવનામાં અગ્રેસર હતા. યેાગાદહન કર્યાં પછી જ આચાર્ય પદ પ્રાપ્તિ માટે પૂજ્યશ્રીએ પ્રયત્નાપૂર્વક પરંપરા દૃઢ કરી, અનેક મહાન શિષ્યાના વિશાળ સમુદાય તૈયાર કર્યાં. એવા પૂજ્યવરની નિશ્રામાં મુનિશ્રી દવિજયજી સતત આગળ વધતા રહ્યા. ગુરુચરણે સમર્પિત અન્યા પછી તેએશ્રી ગુરુસેવા અને જ્ઞાનાભ્યાસમાં જ નિર'તર મશગૂલ રહેતા. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ‘ ઇંગિયાકારસ'પન્ને ’ જેવા શબ્દો એમને સાચે જ લાગુ પડતા, સ્મરણશક્તિ તીવ્ર હોવાને કારણે અલ્પ સમયમાં જ એમણે ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ ક ગ્રંથ, તત્ત્વાર્થ સૂત્ર, વીતરાગસ્તત્ર, યોગશાસ્ત્ર, ઉપદેશમાલા ઉપરાંત અનેક નાનાંમેાટાં પ્રકરણા, કુલકો આદિનું તલસ્પર્શી જ્ઞાન સંપાદન કર્યુ. એ પછી ગુર્વાના મેળવીને વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, કાવ્ય, કેષ વગેરે ગ્રંથાના ઊંડાણથી અભ્યાસ કર્યાં. પૂજ્યશ્રી વિષયને સાંગોપાંગ આત્મસાત્ કરવા માટે સતત ચિંતન-મનન—નિદિધ્યાસન કરતા. અને પ્રશ્નપ્રતિપ્રશ્ન દ્વારા વિષયને સ્વપ્રજ્ઞાબળે વધુ વિશિષ્ટ રીતે અવગત કરતા. પૂજ્યશ્રીના અદ્ભુત સમર્પણભાવ, ગુરુસેવા, જ્ઞાનપ્રાપ્તિની ઉલ્કા અને સયમપાલનના પ્રભાવથી પ્રેરાઇ ને ગુરુવર્ય શ્રીએ તેમને સ'. ૧૯૬૯માં કપડવંજ મુકામે પંન્યાસપ, સ’. ૧૯૭૩માં સાદડી મુકામે ઉપાધ્યાયપદ અને સ. ૧૯૭૩માં ખંભાત મુકામે આચાર્ય પદ્મથી અલંકૃત કર્યાં.
.
'તાં
અધ્યયનમાં તેમ, અધ્યાપનમાં પણ પૂજ્યશ્રી અનન્યસાધારણ હતા. શ્રી ધ રત્ન પ્રકરણ ' નામક શાસ્ત્રગ્રંથમાં પૂ. આચાર્યશ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજે નિર્દેશેલા ભાવસાધુ લક્ષણાની ઝાંખી પૂજ્યશ્રીના જીવનથી થઈ આવતી. (૬) સચરા માજી સાીિ વિરિયા, (૨) સર્ધા પત્રા ધર્મો, (૨) પન્નવાળિ મુત્તુ માવા, (૪) વિધ્યામુ બવમાબો, (૧) બારમો સાિળુ ટ્રાળે, (૬) ગુરુલો જુળનુાબો અને (૭) ગુરુ બાળાનં વમ – આવા ભાવસાધુતાના સાત લક્ષણાની ઝાંખી પૂ. આચાર્યદેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને તેઓશ્રીમાં થઈ હતી. અને તેના પિરપાક રૂપે ગુરુદેવે તેમને પ્રથમ પટ્ટધરપદે સ્થાપ્યા હતા. પૂ. આચાર્યશ્રીની ઇચ્છાને વશ થઈ, સમ્મતિ ત ગ્રંથ ' ઉપર તત્ત્વાએાધિની ટીકા છે તે અતિ વિસ્તૃત હોવાથી, સામાન્ય અભ્યાસીને સુલભ અને તે માટે તેઓશ્રીએ · સન્મતિતક મહાર્ણ વાવતારિકા નામની સુંદર વૃત્તિનું નિર્માણ કર્યું". આ ગ્રંથરચનાથી અનેક વિદ્વાનાનાં મસ્તક આનંદથી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org