________________
40
પોપટી, પીળો, સોનેરી અને સફેદ રંગો દેખાય, તે પણ ઝમકદાર. મને મારો આત્મા સાધનામાં પ્રગતિપંથે જણાયો.
સં. ૨૦૫૪ કારતક/માગશર : બપોરે ૧ થી ૩ અને રાત્રે ૧૨ થી ૩ વચ્ચે સૂતી વેળાએ દિવ્ય સુગંધી અનુભવાતી, મારી શરીરની અશુચિનું ધોવાણ અને શુચિ વધતી જતી અને આત્મિકભાવો શકિતશાળી બનતા જતાં જણાયા.
આવા અનુભવરસે રસાયેલ રસાળ આત્માજ આત્માનુભવરસમાં ઝબોળાયેલા અવધૂતયોગીશ્રી આનંદઘનજીના પદના અનુભવરસનું રસપાન કરી શકે અને આપણા જેવાંને એ રસનો ચટકો લગાડી રસપાન માટે પ્રેરી શકે. - યોગાનુયોગ પચાસપ્રવરશ્રી મુનિદર્શનવિજયજીનો એ સ્વાનુભૂતિસંપન્ન ખીમજીબાપા સાથે ભેટો થયો. એ ખોજી ગુણગ્રાહી વિદ્વદ્વરને એમના રસપાનની ઝલક મળી. બાપાએ પણ કોઈ અગમની એંધાણીને પામીને પોતાના વર્ષોના ચિંતન મનનનો. નિચોડ એ મુનિવરને ચરણે ધરી દીધો. માત્ર એકજ ઈચ્છાથી કે સંઘના ગુપ્ત ખજાનામાં રહેલ યોગીરાજજી આનંદઘનજીનો અમુલ્ય વારસો પ્રકાશમાં આવે, એનો પસાર થાય, સંઘ પોતાના આ અમુલ્ય વારસાથી વાકેફ થાય અને આત્મસમૃદ્ધિ - આત્મવૈભવને પામે !
પૂજ્યશ્રીએ એમની ભાવનાનો પ્રતિસાદ આપી પોતાના ચાતુર્માસિક પ્રવચનોનો વિષય “આનંદઘનજીના સ્તવનો-પદો' નો રાખી એઓશ્રીની અદમ્ય ઈચ્છાને ફલીભૂત કરવા યથાશક્ય પ્રયત્ન કર્યો. એ શ્રી ખીમજીબાપાની હયાતિમાં પ્રવચનોના અવતરણરૂપ “આનંદઘનજીના સ્તવનો-પદો” પુસ્તકનું પ્રકાશન થયું અને તે પૂર્વે શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જેન શ્રી સંઘને આંગણે શ્રી ખીમજીબાપાનુ ભાવભીનું બહુમાન પણ કર્યું ! દુર્ભાગ્ય છે કે પ્રસ્તુત ગ્રંથના પ્રકાશન સમયે એઓશ્રીની પ્રત્યક્ષ ઉપસ્થિતિ નથી. એઓશ્રીના સ્વાષરે લખાયેલું લખાણ અને સ્વતઃ લખેલ આત્મકથા રૂપ “સત્યની શોધમાં દિવ્યતાના પંથે સાધક આત્મા ખીમજીબાપાના જીવનનું વણાંક” આજેય ઉપલબ્ધ છે કે જેમાંથી સ્વાનુભૂતિનો રસ ઝરે છે. તે સૂર્યવદનભાઈ પાસેથી જિજ્ઞાસુને જોવા મળી શકે એમ છે. એમનો સંપર્ક ફોન નં. ૨૮૦૬૭૭૮૭ ઉપર કરી શકાશે.
એઓશ્રી સંવત ૨૦૬૧ કારતક વદ ૯ ને રવિવાર, ૫ ડિસેમ્બર, ૨૦૦૪ ના રોજ સાધનાની પૂર્તિ અને સિદ્ધિની પ્રાપ્તિ કાજે અનંતની યાત્રાએ પ્રયાણ કરી ગયા છે.
એઓશ્રીના પરિવાર સભ્યો... પુત્ર : જયંતિલાલ ખીમજીભાઈ વોરા પુત્રવધુ : તારાબેન જયંતીલાલ વોરા - ગોવિદજી ખીમજીભાઈ વોરા , જવેરબેન ગોવિંદજી વોરા મણિલાલ ખીમજીભાઈ વોરા
દક્ષાબેન મણીલાલ વોરા પુત્રી : શ્રીમતી લીલાવંતીબેન સતીષભાઈ શાહ જમાઈ : શ્રી સતીષભાઈ ઉમરશીભાઈ શાહ.