Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ
૭ અંક ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪ :
! ૧૨૯
છે જોતજોતામાં સેળ ઘડી પસાર થઈ ગઈ.
આકશ વાદળની ફેજથી ઘેરાઈ ગયું સામસામા વાદળાઓ ચઢી આવ્યા ચારેય દિશાઓ ચમકવા લાગી વિજળીના કડાકા ભડાકા થવા લાગ્યા. મેઘધનુષના રંગેથી નભોમંડળ, શેઃભવા લાગ્યું. મુશળધાર વર્ષો વર્ષવા લાગી. ધરતીના સ્થાને સ્થાને, ઝાડના પાંડદે પાંદડે અને બખોલે બોલે અમી છાંટણાં થવા લાગ્યાં. અમૃતનું સીંચન થવાથી ઈંડા મૂળ રૂપમાં આવી ગયા. મનોહર ઈડા જોઈને મોરલી ટહુકા કરવા લાગી ઘેલ કરવા લાગી. જાણે ઈંડાને ભેટી પડતી હોય તેમ ઈંડાને સેવવા લાગી. સેળ ઘડી પછી ઈડાને બાફ મળવા લાગ્યો.
હે પુણ્યવંતી, તમે હસતાં-હસતાં ઈંડા રમાડયાં અને મલકતાં મલકતાં ચીકણું કર્મો બાંધ્યા છે. ગમે તેટલે કલ્પાંત કરે કે ગમે તેટલા આંસુ વહેવડાવશો તે પણ તે કર્મો છુટવાના નથી. કેઈને અંતરાય કરીએ તે આપણને પણ અંતરાય નડવાનો જ છે. 8 સેળ ઘડી સુધી મોરલીને વિગ કરાવ્યું તેથી સોળ ઘડીના સેળ વર્ષ થયા. સોળ વર્ષ સુધી તમારે પણ પુત્રનો વિયેગ સહ પડશે. કર્મો મઝેથી બાંધ્યા છે તે ભાગ પણ 8. મઝેથીહાય રાય કરીને કે ચિત્તમાં ઉત્પાત કરીને દુઃખ દૂર કરવાનો પ્રયત્ન બાલીશ આ ચેષ્ટા કરવા જેવું છે. કયારેય આવી રીતે દુખ દૂર થતાં નથી પરંતુ નવા નવા કર્મો બંધાયે જાય છે. માટે શ્રી જિનધિમને ઓળખે. તેમની આજ્ઞા પ્રમાણે ધર્મ કરવાથી
આવેલા દુઃખમાં સહન કરવાની શકિત મળે છે. પ્રાણી કાયર પાડ્યું છેડી દે છે. કર્મને છે ભાઈ સરખે માની સમતા પૂર્વક દુઃખને વેઠે છે. નવા કર્મો ન બંધાય તેની સતત
કાળજી રાખે છે. અને એક દિવસ એ આવે છે કે જે દિવસે સઘળા ઘાતી અને છે અઘાતી કર્મો નાશ કરીને શાશ્વતા સુખના ધામમાં બીરાજમાન થઈ જાય છે ત્યાં બીરાજX માન થતાં પહેલાં સંયમજીવન ગ્રહણ કરવું પડશે. સુંદર સંયમ-જીવનની આરાધના તે સિવાય મા જવાતું નથી.
આ દેશના સાંભળી શ્રી રૂકમણીદેવી સંયમજીવન ગ્રહણ કરવા તલપાપડ બની છે ગયા. શુદ્ધ સંયમ જીવન સ્વીકારી, મન, વચન કાયાને સ્થિર કરી ઘાતી, અઘાતી કર્મો
ખપાવી શિવપુરીમાં ચાલ્યા ગયા.
ધન્ય છે શ્રી રૂકમણીદેવીને !!!