Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- -- - - - - - - - - -- -- - સમકિતના સડસઠ બેલની
–પૂ. મુનિરાજ શ્રી સઝાય ઉપર પ્રશ્નોત્તરી – | પ્રશાંતદર્શન વિજયજી મ. ) R D
BE : : [ ગતાંકથી ચાલુ ] પ્ર. ૨૪૭-જે આત્મા નિત્ય છે તે ક્યારેક દેવ, કયારેક નારકી આદિ થાય છે તે તે કઈ રીતના બને?
ઉ : નિત્ય તેને જ કહેવાય કે જેમાં કયારે પણ કઈ પણ ફેરફાર થઈ શકે નહિ. જો તેમાં ક્યારે કાંઈ પણ ફેરફાર થાય તે તે નિત્ય કહેવાય નહિ,
નિત્ય જ છે કહીને “જ'કાર એ-અપિ” શદમાં હોવાથી આત્મા અનિત્ય પણ છે તે તેને અભિપ્રેત અર્થ છે. શ્રી જૈન શાસનમાં આત્માને એકાંતે નિત્ય કે . એકાંતે અનિત્ય મા જ નથી પણ અમાને નિત્યનિત્ય માને છે. અર્થાત્ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય માને છે એટલે કે પોતાના ગુણની અપેક્ષાએ તે આત્મરૂપી રાજા અવિચલિત અને સદા અખંડિત જ છે એટલે કે આત્મા નિત્ય જ છે. જ્યારે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આત્માના દેવ-મનુષ્ય-તિર્યંચ અને નારકીના પર્યાયે બદલાયા કરે છે અર્થાત્ પર્યાયાર્થિક નયથી આમાં અનિત્ય પણ છે. - જેમ કુશલ નટ કે બહુરૂપી ભિન્ન ભિન રૂપે કરે છે પણ મુળ રૂપે તે તે એક જ છે તેની જેમ આતમા દ્રવ્યરૂપે નિત્ય જ છે અને પર્યાય રૂપે અનિત્ય છે. - પ્ર : ૨૪૮–“આત્મા નિત્ય જ છે એ વાત વિશેષથી સમજા.
9 : આત્મા નિત્ય છે એટલે કે, ઉત્પત્તિ અને નાશ વગરનો છે. કારણ કે, જીવને ઉત્પન્ન કરનારા કારણને અભાવ હોવાથી અને સતને સર્વથા વિનાશ થતે ન હવાથી આત્મા નિત્ય છે.
પણ આત્મા, સાંખ્યએ માનેલ કુટસ્થ નિત્યં “અપ્રચુત અનુ૫ન- સ્થિર સ્વભાવ નિત્યવં”-રૂપ નથી. આત્માને કુટસ્થ નિત્ય માનવાથી, તે નિત્યસ્વનું લક્ષણ આત્મામાં ઘટી શકાતું નથી. કેમકે, આત્માના કેવલજ્ઞાન અને કેવલદર્શન ગુણે પણ સમયે સમયે બદલાયા કરે છે તે પણ ન ઘટે, કેમકે. કુટસ્થ નિત્ય માનવાથી સવભાવ ભેદ પણ માની શકાય નહિ, સ્વભાવ ભેદ માનીએ તે તેમાં કુટસ્થ નિત્યવની ક્ષતિને પ્રસંગ આવે છે. છે. તે જ રીતના આત્માને એકાંતે અનિત્ય જ માનવામાં આવે તો બંધ-મક્ષ આદિ પણ આત્માને વિષે ઘટી શકતા નથી. જેમકે, જો આત્માને નિત્ય ન સ્વીકારીએ અને માત્ર અનિત્ય જ માનીએ તે “કૃતનાશ અને અકૃત આગમ નામને માટે દેવ