Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૦૧૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
કહ્યું કે, આપ માની લે છે કે, આપની આસપાસ બે ચેકીદાર ઊભા કરવામાં આવ્યા છે !
પૂ. સાગરજી મહારાજે ત્રિભુવનની વિનતિ માન્ય રાખી અને એક વિવાદ ઊભે થતું અટકી ગયે. આમ બાળક હેવા છતાં ત્રિભુવનની વિનતિ ત્યારે નાના મેટા અનેક આચાર્ય ભગવંતે માન્ય રાખતા.
પાદરા આસપાસ પધારતા ઘણુ બધા આચાર્ય ભગવંતે ત્રિભુવનની સંયમભાવનાથી પરિચિત હૈવાથી એને કહેતા કે, તું અમારી પાસે દીક્ષા લઇ, તે તારી પ્રગતિ ખૂબ જ ઝડપથી થઈ જશે, અને આટલા વર્ષે તું આચાર્ય બની જઈશ. ત્યારે નીડર ત્રિભુવન વિનય પૂર્વક જવાબ આપો કે, હું તે મારા આત્માનું કલ્યાણ કરે એવા ગુરુદેવની શોધમાં છું. આચાર્ય પદની લાલચમાં હું જે લપેટાઈ જા, તે મારું કલ્યાણ કઈ રીતે થાય ?
- ૧૯૬૮ની સાલમાં વડોદરા ખાતે પૂ આચાર્યદેવ શ્રી કમલસરીવ જી મહારાજ ની નિશ્રામાં પૂ આત્મારામજી મહારાજના સમુદાયનું એક સંમેલન યે જાયું. ત્યારે બાળક અને શ્રાવક હોવા છતાં એ સંમેલનમાં હાજર રહેવાનું સદ્દભાગ્ય ત્રિભુવનને મળ્યું હતું. આ બનાવ બાલ્યવય ધરાવતા ત્રિભુવનના વ્યક્તિત્વને સમજવામાં ઠીક છેક ઉપયોગી થાય, એ નથી શું ? સંમેલન વખતે પ્રતિદિન પૂ ઉપા. શ્રી વીરવિજયજી મ. ની નિશ્રામાં ત્રિભુવનને પ્રતિક્રમણ કરવાને લાભ મળતો.
એક જમાનામાં ૧૫૦-૧૫૦ માણસ જ્યાં એક રસેડે જમતું, એ ઘરમાં એક દહાડો એ આવી લાગે કે, પરિવાર ખાલી થઈ ગયે, અને આંખ ઠરે એવા દીકરા તરીકે સૌની નજરે એક વિભુવન જ જણાવા માંડશે. ઘરની સ્થિતિ એટલે બધી સારી ન હેવાથી સ્કૂલને અભ્યાસ છોડ્યા પછી ત્રિભુવન ચીમનભાઈ દલાલને ત્યાં માલસપ્લાયનું કામકાજ, મેહનલાલ વકીલને ત્યાં અરજી લખવાનું કાર્ય તથા ચુનીલાલ શિવલાલને ત્યાં નામું લખવાનું કાર્ય કરતે.
" ત્રિભુવન એકવાર પાદરા સ્ટેશને સાકર બદામની ગુણે છોડાવવા ગએ. એ પાર્સલ માં વજન કરતા માલની ઘટ વધુ હતી. એથી સ્ટેશન માસ્તરે ઘટના પૈસા મંગાવીને પિતે રાખી લીધા. ત્રિભુવને ઘટના પૈસા માંગ્યા છતાં માસ્તરે ન આપ્યા એટલું જ નહિ, પણ માસ્તરે પૈસા મળ્યા છે, એવા લખાણ પર ત્રિભુવનની સહી કરવી લીધી. ઠગાઇની આ ઘટનાથી ત્રિભુવનને ખૂબ દુઃખ થયું. એણે મનમાં ગાંઠ વાળી કે, માસ્તરને સીધે કર જ રહ્યો !