Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- ૧૮૫૪ :
: શ્રી જન શાસન (અઠવાડિક)
સાંભળવા લાગ્યા. તેમને એવા સંસ્કાર મળેલા કે, સાધુસંતે જે ઉપદેશ આપે તે નતમસ્તકે સાંભળવાને જ હોય, પણ તેમાં વચ્ચે કાંઈ બોલાય નહીં. પૂછી તે દેશની : ધાર્મિક અને વર્તમાનમાં પ્રવર્તિત પરિસ્થિતિ અંગે તેમના હૈયામાં શું છે, તે જાણવા માગતા હતા અને તે પછી કહેવા યોગ્ય કહેવા ઈચ્છતા હતા. એટલે પૂછીને નહેરૂજીને , કહ્યું કે, આપ તે કુછ બેલતે નહીં, તે આપકા કયા ખ્યાલ હવે મેરી રામજમેં કેસે આવે? એટલે નહેરૂજીએ તરત માથું ઊંચું કર્યું અને કહ્યું કે, કયા આપ હમારી બાત ભી સૂબેંગે? પૂ શ્રીએ કહ્યું: “જરૂર',
આ પછી પરંપર વાર્તાલાપ ચાલ્યુંપૂશ્રીએ દેશની વર્તમાન હાલત તથા દેશ નતિક તેમજ આધ્યાત્મિક દૃષ્ટિએ કેટલે નીચે ઉતરી રહ્યો છે, સાચા માણસને જીવવામાં કેટલી તકલીફ છે, વગેરે હકીકત નહેરૂજીના ધ્યાન ઉપર મૂકી. ત્યારે તેમાં પણ આશ્ચર્ય વ્યકત કરવા લાગ્યાં. આ પછી ચર્ચાયેલા દરેક પ્રશ્ન અંગે પિતે શકય એટલું કરવા પ્રયત્ન કરવા, પણ વર્તમાનની નોકરશાહીના એકઠામા કેટલી સફળતા મળશે, તે અંગે નહેરૂજીએ શંકા દર્શાવી. વાતચીત રસમય બતા નકકી કર્યા કરતા વધારે સમય પસાર થઈ ગયે. પૂશ્રીને ત્યારબાદ રાષ્ટ્રપતિશ્રી ડે. રાજેન્દ્રપ્રસાદને મળવાનું હતું. તેમના તરફથી એ બાબતને સંદેશે આવતા આ મુલાકાત પૂરી થઈ. નહેરૂજીએ ફરી પણ કઈ પ્રસંગે આ પ્રમાણે મુલાકાત થશે, તે પિતાને આનંદ થશે, એમ કહ્યું અને પૂ શ્રી ત્યાંથી વિદાય થઈ રાષ્ટ્રપતિના સ્થાને પધાર્યા.
સિદ્ધાંત મહોદધિ પૂ. આ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. તથા વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. આ. શ્રીમદ્દ વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ.નું સંયુકત ચાતુર્માસ પાલિતાણા ખાતે નકકી થયું. વિ. સં. ૨૦૦૬ની એ સાલ હતી..
એકવાર એક ભકતે પૂ.શ્રીને પૂછયું આ ચાતુર્માસમાં પૂ. ગુરૂદેવશ્રી સાથે કાશે?
પશ્રીએ કહ્યું આ શું બોલ્યા? પહેલા મિચ્છામી દુકકઈ માગે. ગુરૂદેવ મારી સાથે નહિ, હું ગુરૂદેવની સાથે રહેવાનો છું. હું ગુરૂદેવની સાથે રહેવાને શું એવું તમે માને, એમાં મર્યાદા સચવાય છે, અને ગુરૂદેવ મારી સાથે રહેવાના છે. આવું તમે માને, એમાં મર્યાદાભંગ છે.
ભકત પ.ની આવી ગુરૂભકિત જાણીને હિંગ થઈ ગયા.
વ્યાખ્યાનમાં સમરાદિત્ય-કથાનું વાંચન ચાલતું હતું. અગ્નિશમની ભીખ તપશ્વર્યાની વાત સાંભળીને સભા કિંગ થઈ ગઈ. તે આ તપ કરવા છતાં અગ્નિશર્માનું