Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ અંક ૪૫-૪૬
તા. ૨૫-૭-લ્પ
૧૦૫૩
શ્રી કસ્તુરભાઈએ પિતાની વાતને દોહરાવતા પુનઃ કહ્યું “આપ કહે, તો જગતમાં જાહેર કરૂં કે, તિથિઅને આ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મ. સાચા છે. પણ હવે સંઘની શાંતિ ખાતર કંઈક બાંધ છેડ કરે, એટલી જ મારી વિનંતિ છે.'
. એ તરત જ જવાબ વાળેઃ જે વાતને હું સાચી માનું, તમે પણ સાચી માને અને જગતના ચોગાનમાં તે રીતે જાહેર કરવા પણ તૈયાર થાવ અને આમ છતાં તે સત્યને આપણે બંને ભેગા થઈને દરિયામાં ડૂબાડી આવીએ, આ કેવું કહેવાય?” કરતુરભાઈએ કહ્યું, સાહેબ, કયારેક શાંતિ ખાતર સત્યને બે બાજુ પર મુકવું પડે
જવાબ મળેઃ “ના આ વાત બરાબર નથી. શાંતિ ખાતર સત્યને ધકકે ન પહોંચાડાયા
બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાનનું એક વાક્ય આગળ કરતા કરતુરભાઈએ કહ્યું: “આ વડાપ્રધાન પણ શાંતિ માટે સત્યને બાજુ પર મુકવાનું કહે છે.”
પૂ.શ્રીએ કહ્યું “બ્રિટનના વડાપ્રધાન કઇ આપણા માટે પ્રમાણભૂત ન ગણાય.
ગાંધીજીને વચમાં લાવતા કરતુરભાઈએ કહ્યું“સાહેબ, ગાંધીજી પણ કહેતા હતા કે, શાંતિ ખાતર સત્યને મુકી દેવું પડે, તે મુકી દેવું જોઈએ.”
પૂ.શ્રી એ જવાબ વાળે; “આ વાત બરાબર નથી. ગાંધીજી તે એમ કહેતા હતા કે, શાંતિ સળગી જતી હોય, તે ભલે સળગી જાય. પણ સત્યને મુકી શકાય નહિ.
આ જવાબ આગળ કસ્તુરભાઈ લાલભાઈ મૌન થઈ ગયા.
દિલ્હીના ચાતુર્માસ દરમિયાન કેટલાંક આગેવાનોને એ વિચાર આવ્યું કે, પૂત્રી અને વડા પ્રધાન જવાહરલાલ નહેરૂ વચ્ચે એક મુલાકાત લે જાય, તે સારૂં. જેથી આ બંને એકબીજાને સમજી શકે અને ભારતના લાભમાં કોઈ પરિણામ આવે. એમણે પૂને વાત કરી, પૂ.શ્રીને પણ થયું કે, ભલે એકવાર મળીએ, જેથી વડાપ્રધાનના માનસને ખ્યાલ તે આવી જાય.
મુલાકાત નકકી થઈ. ૫ શ્રી સમયસર વડાપ્રધાનના નિવાસ સ્થાને પહોંચી ગયા. જવાહરલાલ નહેરૂએ પૂછીને આવકાર્યા. એમણે પૂશ્રીનું નામ તેં સાંભળ્યું હતું, પણ સાક્ષાત દર્શન અને પ્રત્યક્ષ પરિચય આજે જ થતું હતું. ડીક ઔપચારિક વિધિ પત્યા બાદ મુલાકાત શરૂ થઈ.
શ્રી એ વાત શરૂ કરી, એટલે,નહેરૂજી તે મતક નીચું રાખી મુંગા મૂંગા