Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ : 9 અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫
: ૧૦૬૫ :
વખતે પૂશ્રીએ વિહાર કરતા કરતા એ શહેરમાં પધાર્યા હતા. હરીફાઈનું આયોજન જેને તરફથી જ થવા પામ્યું હતું. એક ભાઈને હરીફાઈમાં ભાગ લેવાનું મન થયું. એમણે પોતાના પુત્રને જૈન સાધુના વેશમાં સજજ કરવાનું નકકી કર્યું. એમને થયું કે, જે ન સાધુને વેશ જે બરાબર સજાવો હોય, તે જનસાધુ પાસે જ જવું જોઈએ, એ ભાઈ ઉપાશ્રયમાં આવ્યા. ત્યાં શ્રીની નિશ્રામાં બિરાજમાન સંખ્યાબંધ સાધુઓમાં, બાળ મુનિએને ય જોઈને એમના આનંદને પાર ન રહ્યો. એમને થયું કે, મારું સંતાન પણ આ બાળમુનિની જેમ શોભશે અને પહેલું ઈનામ જીતી લાવશે.
એ ભાઈએ મુનિવરને વિનંતિ કરી કે, વેશ હરીફાઈનું આયોજન થયું છે. મારો પુત્ર એમાં ભાગ લેવાને છે. તે આપ જૈન સાધુનો વેશ એને ન પહેરાવી શકે શું ? મુનિવરે એ ભાઈને શ્રી પાસે લઈ ગયા. એમની પાસેથી બધી વાત જાણ્યા પછી પૂશ્રીએ એમને પૂછયું :
સાધુવેશના મહિમાને ખ્યાલ છે? જે વેશ પહેર્યા પછી અળગે ન કરી શકાય, એવા વેશ ! કામ જ સાધુવેશ ! બીજા બધા વેશ પહેર્યા પછી એમાં પરિવર્તનને અવકાશ રહે છે. શેઠ નોકરને વેશ પહેરીને પુના શેઠનો વેશ પહેરી શકે છે, નોકરી માટે આ રીતે શિ પરિવર્તનને અવકાશ રહે છે. પણ એક માત્ર સાધુવેશ જ એ છે કે, જે પહેર્યો એ પહેર્યો ! પહેર્યા પછી જ્યાં પરિવર્તનને લેશ માત્ર અવકાશ ન હોય, એ સાધુવેશ ! તમારે બાળક આ રીતે સાધુવેશ પહેરવા તૈયાર હોય અને તમે આ રીતે પહેરાવવા તયાર છે, તે અમે વાજતે ગાજતે સાધુવેશ પહેરાવીએ, બેલે! તમારી આવી તૈયારી છે?”
પૂછીએ સહાસ્ય પૂછેલા આ પ્રશ્નને પેલા ભાઈ બીજે તે શે, જવાબ વાળી. શકે? આ પછી પૂશ્રીએ આવી હરીફાઈના નુકશાન, આવી હરીફાઈથી થતું સાધુતાનું અવમૂલ્યન આદિ શાંતિથી સમજાવતા એ ભાઈને પણ સત્ય સમજાયું. * *
આવી રીતની અનોખી સાધુવેશની વ્યાખ્યા એ ભાઈએ કદી સાંભળી ન હતી. ભૂલ સમજાઈ જતા વેશ-હરીફાઈમાંથી એ ભાઈ ખસી ગયા. આનું નામ પ્રતિમા પૂર્વક પડકાર! એકલે પડકાર જ્યાં ધાર્યું ફળ ન આપી જાય, ત્યાં એ પડકારમાં પ્રતિભા ભળે, તે સાચું ફળ મળ્યા વિના ન રહે!
એક વાર પ્રાદશ્રીની નિશ્રામાં એક આચાર્યદેવ સપરિવાર પધાર્યા. આગંતુક આચાર્યદેવ અને એમને શિષ્ય-સમુદાય સંગીતના વિષયમાં ઠીકઠીક જાણીતું હતું. બીજે દિવસે શ્રી દશનાથે મંદિરમાં પધાર્યા. ત્યારે આગંતુક આચાર્યદેવ પણ સાથે જ જોડાયા. ચૈત્યવંદન બાદ સ્તવનને આદેશ માંગીને એમણે પશ્રીને પૂછયું :