Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ : અંક ૪૫-૪૬
તા. ૨૫-૭-૫
.
*
૧૦૫૯
આ રીતે સોગંદ લેવામાં આવે, તે આડકતરી રીતે એ અર્થ નીકળી શકે કે, આજ સુધી અસત્ય બોલવાનું ચાલુ હતું અથવા તે અસત્ય ન બોલવાની પ્રતિજ્ઞાને ભંગ થઈ ચૂક્યું હતું, એથી જ તે કેર્ટમાં આ નવી પ્રતિજ્ઞા સ્વીકારવી પડી !
આવા માટે અર્થ કઈ તારવી ન શકે, એ માટે પૂ શ્રી આ રીતે સોગંદવિધિ જ એવી અનેખી પદધતિથી કરતા કે, અજેના ન્યાયાધીશોને પણ પંચ મહાવ્રતનું સ્વરૂપ છા થઈ આવતી અને પૂ. શ્રી જયારે આ ઈચ્છાની પૂતિ અર્થે જેનસાધુના પાંચ મહાવ્રત વર્ણવતા, ત્યારે આવા જૈન સાધુને કોર્ટમાં ઘસડી લાવનારા તત્તની મેલી મુરાદોને પાયમૂર્તિઓને ખ્યાલ આવી જતે અને અંતે એ જાતના કેસમાં સત્યને જયજયકાર થઈને જ રહેતે !
પૂ. શ્રીના જીવનમાં ત્રીસથી વધુવાર કેર્ટોમાં ઉપસ્થિત રહેવાના પ્રસંગે આવ્યા હતા, પરંતુ એક પણ પ્રસંગે એવું નહોતું બનવા પામ્યું કે, પૂજ્યશ્રીની સાચી વાત ને કેટ તરફથી અસ્વીકાર થયે હેય ! ઉપરથી કેટ પણું એ સત્ય પર ન્યાયની મહોર છાપ મારીને પૂ. શ્રીજીને વિજય જાહેર કર્યા વિના ન રહેતી. ' (૧૭) ખુમારી અને ખમીરી
સૂર્યને ઉદય થતા ઘુવડની જમાત ઉડાઉડ કરવા માંડે, અને એને કેઈ અશાંતિ ગણે, તે શાંતિના સ્થાપના માટે સૂયે પિતાને પ્રકાશ સમેટી લેવું જોઈએ ? ના, . આવી શાંતિ શા કામની કે, જયાં અંધકાર ફેલાઈ જતા માનવ જેવા માનવને અંધારામાં અથડાઈને માર્ગ ભ્રષ્ટ બનવું પડતું હોય ?
- પૂજયશ્રી મુંબઈ પ્રવેશ્યા અને જાણે સત્યને સૂર્ય પ્રખર તેજે મધ્યાકાશે આવીને પ્રકાશવા માંડે એથી બાલદીક્ષા દેવદ્રવ્ય જેની ચર્ચાઓમાં સાચું જાણવા મળતા લગભગ ઘ ઘરમાં બે જાતની વિચારધારાઓ વહેતી થઈ. વર્ષોનું અસત્ય સત્યને પ્રકાશ પડતા ફફડી ઉઠે, એ સહજ હતું. અને આ જરૂરી પણ હતું. પણ કેટલાંક શાંતિ પ્રિય માણસને આવી અશાંતિ ન ગમી. એમણે નકકી કર્યું કે, ચર્ચાત્મક પ્રશ્નોની તરફેણમાં કે વિરોધમાં થતા પ્રવચને જ બંધ કરવા ! જેથી મુંબઈમાં શાંતિ સ્થપાઈ જાય.. "
શાંતિની આ જાતની સૂફિયાણી વાતે પ્રચારના આગેવાનો સૌ પ્રથમ સુધારાવાદી અને જમાના મુજબની વિચારધારાના પ્રચારક આચાર્યદેવ પાસે પહોંચ્યા. એમણે કહ્યું : આપશ્રી મુંબઈના વર્તમાન વાતાવરણથી પરિચિત જ છે. આમાં શાંતિ સ્થાપવાને એક જ માર્ગ અમારી નજરે ચડે છે. હાલ જે પ્રવચને બંધ રાખવામાં આવે,