Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૩૮ :
'
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ના ગેટલા ને છત ઉખેડી નાખ્યા વિના નહિ રહે.
જેની પાસે શેકેલે પાપડ ભાંગવા જેટલી પણ તાકાત ન હોય, એ પણ સિંહને હંફાવવાની અફવાઓ ફેલાવી શકવાની તાકાત તે ધરાવતે ' જ હોય છે. શ્રી રામ વિ. મહારાજ માટે સુધારાવાદી વગે એવી એવી અફવાઓ અને એવા એવા ભયેની વાતનું વાવાઝોડું ફેલાવી દીધું કે, અમદાવાદમાં બિરાજમાન પૂ. આચાયdવશ્રી સિદ્ધિસૂરિજી મ. (પૂ. બાપજી મ.) અને પૂ. આ. શ્રી મેઘસૂરિજી મ. જેવા સાત્વિક પુરુષે પણ ગભરાઈ ઉઠયા એમણે તારા દ્વારા એવા સમાચાર કહેવડાવ્યા કે, “મુંબઈ જવાનું હાલ માંડી વાળે, ગુજરાત તરફ પાછા વળે.'
- આ તાર મળે, ત્યારે સૌ અંધેરી પહોંચી ગયા હતા. મુંબઈના વાતાવરણમાંથી ઉડતી ઉડતી જે અફવાઓ આવતી હતી, એથી શ્રી દાનસૂ એ. પણ થોડ, વિચલિત થઈ ગયા હતા અને એવા વિચારવાળા બની ગયા હતા કે, આવી આંધીની સામે પડવું, એના કરતા અંધેરી ચાતુર્માસ પતાવીને પાછા ફરી જવું, આ જ ડહાપણભર્યું ગણાય. અંતરમાં આ વિચાર, ધળાતે તે હતે જ, એમાં વળી અમદાવાદથી તાર આવે, એથી બધા સાધુઓને વિચાર માટે ભેગા કરવામાં આવ્યા. મુંબઈમાં પ્રવેશ કરવાથી જે જે આપતિએ આવવાની સંભાવના હતી, એની જ વિચારણા એ રીતે ચાલુ થઈ કે, ત્યાં બેઠેલા શ્રી મંગળવિજયજી મ.ને થયું કે, આ નાવડું કદાચ કિનારે આવીને ડૂબી જશે !
- શ્રી રામવિ. મ. ને દીક્ષા આપવાની હિંમત કરનારા શ્રી મંગળવિ. મ. ખુમારી પૂર્વક વળતી જ પળે સૌને કહ્યું, “યુદ્ધ જાહેર થતા સેનાપતિ બધા સૈનિકે ને ભેગાં કરે અને પાને ચડાવવાની જેવી વાત કરે, એવી આપણી આ મિટિગ બનવી જોઈએ પાછા પગલા ભરે એ રજપૂત નહિ. આપણને સૌને એકે હજારા જેવા શ્રી રામવિ. મ. પર વિશ્વાસ હોવો જોઈએ. આ સિંહને એક સાર થતા જ બધા સસલાએ ઊભી પૂંછ. ડીએ ભાગી જવાના છેએટલું ભૂલ્યા વિના આપણે આપણી વિચારણાને આગળ વધારીએ, એવી મારી વિનંતી છે.
શ્રી મંગળવિ. મ. ની આ વીર વાણી સાંભળતા જ સૌના હૈયામાં હિંમતનો સંચાર કર્યો અને હિંમતભેર મુંબઈમાં પ્રવેશવાનું નકકી થયું. એથી અનેક અફવાએ, અટકળ અને જમણાઓના “અધાર ઘેરા પડદાઓમાં ઊભા ચીરે મકતું મુંબઈ તરફનું એ પ્રયાણ જેમ જેમ આગળ વધતું ગયું, એમ એમ સ્વાગતના સૂરોની જેમ વિરોધના વાવટા પણ વધુ સૂસવાટા બોલાવવા માંડયા. મુંબઈ લાલબાગમાં પ્રવેશવાના દિવસે તે