Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ : અંક ૪૫-૪૬
તા. ૨૫-૭-૫ :
: ૧૦૪૧ છે
આશ્રમમાં જવાનું થાય, તે તે જૈનશાસન વિરૂદ્ધ રાજચન્દ્રની જે વિચારધારા છે, એનું ખંડન કરવું, એ મારી ફરજ થઈ પડે છે. ત્યાં જવું અને હું જે સાચું ન સમજાવું, તે આશ્રમની માન્યતાને જાણે-અજાણે હું ટેકે આપનાર બની જઉં ! માટે નાહકને કલેશ ૨ભે થાય, એના કરતાં ન જાવું સારું ! આવી ભાવનાથી એમણે ત્રણચા૨વાર આશ્રમની વિનંતિ ટાળી. આમ છતાં જ્યારે જોરદાર આગ્રહ ચાલુ જ રહ્યો, ત્યારે પૂ. પં. શ્રી રામવિજયજી ગણિવરે કહ્યું? તમારે આટલો બધે આગ્રહ છે, એથી મને એમ લાગે છે કે, જિજ્ઞાસા બુદ્ધિથી તમે મને લઈ જવા માંગો છે, અને સત્યને જાણવાની ઉત્કંઠાનું જ બીજું નામ જિજ્ઞાસા છે, એમ સમજીને તમારી વિનંતિને હું સ્વીકાર કરું છું. '
આશ્રમ કાર્યકર્તાઓ ખુશ થઈ ગયા. હૈયાના ઉમળકાથી પૂજ્યશ્રીને સૌએ આશ્રમમાં પધરાવ્યા. પ્રવચને ચાલુ થયા. પં. શ્રી રામવિજયજી મહારાજ સામાન્ય રીતે જૈન શાસનમાં ગુરૂતતવને મહિમા સમજાવી રહ્યા હતા, એથી સમજનાર સાનમાં બધું જ સમજી જાય, એવી એ છણાવટ હતી, છતાં સામેથી જ જયારે એવા પ્રકને થયા, ત્યારે સ્પષ્ટ-જવાબ આપવાની ફરજ અદા કર્યા વિના પૂપંન્યાસજી મ. રહે ખરા ?
પૂ. પંન્યાસજી મહારાજે જ્યારે સામેથી જ પ્રશ્ન થયા, ત્યારે સૌમ્ય છતા એવી સચોટ શેલીથી જવાબ વાળ્યા કે, જેથી આશ્રમમાં હલચલ મચી ગઈ. ત્યારે ત્યાં શ્રી લઘુરાજવામી બિરાજમાન હતા. સભામાંથી જ સવાલે આવે, પછી તો સત્યનું સમર્થન કર્યા વિના રહેવાય જ કેમ ? સમર્થનની એ પળોમાં અમુક કંદાગ્રહી વ્યક્તિઓ દ્વારા
જ્યારે ઉગ્ર વાત વરણ સર્જવામાં આવ્યું, ત્યારે કહેવાનું બધું કહી દઈને પં. શ્રી રામવિ. મહારાજે અંતે એટલું જ કહ્યું કે,
તમારે આ આશ્રમ વધુમાં વધુ અડધે માઈલમાં વિસ્તરેલ હશે ? પણ પ્રભુનું શાસન તે ભારતભરમાં ફેલાયેલું છે. વિહારમાં નાના નાના ગામડાઓમાં પણ જે જિજ્ઞાસાવૃત્તિ જોઈ, તે પણ અહીં જોવા ન મળતા દુ:ખ થાય, એ સહજ ગણાય. આ આશ્રમમાં જ ધર્મ ભરાઈ પડયે છે. એમ માનનારા થાપ ખાઈ રહ્યા છે. મારા અહીં આવવાથી તમારી ઈચ્છા ફળી નથી, પણ અમે કાંઈ ભાટ કે ભાંડ નથી. અમે તે પ્રભુ માગના દેશક છીએ. તેથી વિપરીત તમારી આશા હય, તે તે ન ફળે, એમાં મારે કે પ્રભુશાસનને દોષ નથી. આજની કટોકટીને પળે હું ભય કે માનને આધીન તણાઇને સાચું ન બે હોત, તે હું મારા આત્માને અને મારા ધર્મને ઠગનાર સાબિત થાત, પણ અવસર આવતા હું આટલું કહી શકો છું, તેથી મગરૂરી અનુભવું છું અને ભવ ભવ આવી સ્થિતિ મળે, એમ હું ઈચ્છું છું.'