Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૦૪૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
- પૂ. આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.ના જીવનમાં તે આથી ય વધુ કટોકટીના કેટલાય પ્રસંગે આવી ગયા હતા. એથી આવા કદાગ્રહની સામે શાસ્ત્રીય-વાતને પડતી મુકી દેવાની તે સંભાવનાય કયાંથી કલ્પી શકાય? એઓશ્રીએ વળતી જ પળે જવાબ આપ્યું કે, તમારા કદાગ્રહની સામે એ સંદાગ્રહ છે કે, બારસા સૂત્રનું વાંચન પૂર્ણ કર્યા વિના હું આ વ્યાખ્યાન પાટ પરથી ઊભે નહિ જ થાઉં !
" આટલે જવાબ આપીને પૂ.શ્રી પલાંઠી લગાવીને શાસ્ત્રવચનમાં એ પાટ ઉપર જ મગ્ન બની ગયા. વિરોધીઓ ડીવાર સુધી હો-હા કરીને અંતે થાક્યા અને એમની વિદાય પછી નવાંગી ગુરુપૂજનની વિધિ પત્યા બાદ પૂ. શ્રીએ બારસાસ્ત્રનું વાંચન જયારે પૂર્ણ કર્યું, ત્યારે કદાગ્રહની સામે વિજયી બનેલા એ સંક્રાગ્રહને સૌ સતક ઝુકાવી ઝુકાવીને રમી રહ્યા !
આ જ ચાતુર્માસમાં છેલ્લા દિવસે માં ઉપરોકત ઉપદ્રવને ટપી જાય, એ શારીરિક ઉપદ્રવ પૂ.શ્રીને ચોમેરથી ઘેરી વળે જેને જીવલેણ કહી શકાય, એવી એ માંદગીની ગંભીરતા દિવસે દિવસે, કલાકે-કલાકે, અને પળેપળે વધતી ચાલી અને અમુક વિરોધીઓએ તે ત્યાં સુધીની વાતે વહેતી મૂકી દીધી કે શ્રી રામચંદ્રસૂરિજીને - જીવન સૂર્ય અસ્ત પામવાની અણીએ છે. આ સૂર્ય થોડા સમયમાં ઢળે કે ઢળી પડશે.
એ વ્યાધિ ખરેખર ખુબ જ ગંભીર હતી. આખા શરીરે એ રીતના સોજા આવી ગયા હતા કે, પૂછીને કેઈ ઓળખી જ ન શકે, શરીરની ચામડીને રંગ પણ કાળે થઈ જવા પામ્યા હતા. એક રૂમમાં પૂશ્રી અને બે ત્રણ સાધુએ સિવાય બીજાઓને પ્રવેશ બંધ હતે. ખાસ ખાસ ડોકટરે સિવાય બીજા ડેકટરે પણ એ રૂમમાં પ્રવેશ મેળવી શકતા ન હતા. આમ છતાં એ વ્યાધિને અપૂર્વ સમાધિ પૂર્વક ગહન કરતા શ્રી તે “નિર્વાણપદમકની ભાવનામાં જ મશગુલ હતા. ૨
એ ભયંકર માંદગીમાં પૂશ્રી જે સમતા-સમાધિ રાખી શકતા, એ જોઇએ નાસ્તિક જેવા ગણાતા એક ડેકટર પણ આતિક અને પૂશ્રી આજીવન ભક્ત બની ગયા. ભક્તોના હયા સતત ચિંતિત હતા. એમાં એક દહાડે એ પ્રસંગ બન્યું કે, જેથી સૌની ચિંતામાં ઘટાડો થવા પામ્યું.
બને સમય હતે. શ્રી પાટ પર સૂતા હતા. આજુબાજુ બે ત્રણ સાધુઓ સેવામાં હતા. ત્યાં તે એક અજાણી વ્યક્તિએ પ્રવેશ કર્યો. એણે પૂછીને કહ્યું : ચિંતા ન કરતા. આ માંદગીમાંથી ઉભા થઈને હજી તમે લગભગ બે દસકા પૂરા કરવાના છે.