Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૦૫૦ છે
| શ્રી જૈન શાસન [અઠવાડિક),
પણ આપણે તે તિથિના અને ચર્ચા કરી શાસ્ત્રાધારે નિર્ણય કરવા વડીલોને વિનવ્યા, હતા. પણ વડીલે એ આ વિનતિ પર લય ન આપ્યું. પૂ. બાપજી મહારાજ શ્રી સિદ્ધિ સૂરીશ્વરજી મહારાજે પણું પૂર્વે મને કહ્યું છે કે, મારે જે તિર ભણેલા પણ પાંચમના ક્ષયે છઠને ક્ષય કેમ કરો છો ? હું તે ચેથ પાંચમ ભેગા જ કરું છું. ત્યારે મેં તેઓશ્રીને કહ્યું કે, હું પણ એ ભૂલ હવે નહિ કરું. " આ બધી વાત સમજાવીને પૂ આચાર્યદેવે, ઉપાધ્યાયજી શ્રી રામવિજયજી મ ની આગળ એવી પણ ભાવના વ્યકત કરેલી કે; આવતી સાલ સંવત્સરીમાં મતભેદ ઊભું થવાને સંભવ છે એથી મારી એવી ઈચ્છા ખરી કે, સંઘમાં સાચી સંવત્સરીની આરાધના થાય, તે માટે બરાબરે મકકમ પ્રયત્ન કરવા.
આ બધી વાત સાંભળીને અને આ પૂર્વે કેટલાય વર્ષોથી આરંભાઈ ગયેલા તિથિવાદને વણીને ઉપા. શ્રી રામવિ. મ.ને થઈ ગયું કે, એક ને એક બે જેવી સ ધી આ તિથિની વાત છે અને છતાં શાસ્ત્ર અને શાસ્ત્રાનુસારી પરંપરાને આ વિવાદનો ઉકેલ માટે વરસે ન રાખવાના કદાગ્રહના કારણે આ તિથિચર્ચાને કેવી અટપટી બનાવી દેવાઈ છે ! રાધનપુરના ચાતુર્માસમાં ૩. શ્રી રામવિ. ગણિવરને તિથિસંબંધી જાણકારી આપીને પૂ. આચાર્યદેવે કંઈક સંતેષ અનુભવ્યું.
શ્રી પ્રેમસૂરિજી મહારાજને પદપ્રદાન થઈ ગયું. ઉ૫. શ્રી રામવિજયજી ગણિવર માટે આચાર્યપદ પ્રદાનનું મુહુર્ત નકકી થઈ ગયું. તિથિ પ્રશ્નની સંપૂર્ણ જાણકારી એમને આપવામાં આવી. આ બધા બનાવની પાછળ કઈ ગાનુયોગ લખાયેલે હવે, જ જોઈએ એવી પ્રતીતિ કરાવતે એક બનાવ મહા મહિને બની ગયે. રાધન પુરે અને પાટણમાં ચાતુર્માસ રહેલા બધા મુનિવરે શંખેશ્વર પધાર્યા. પાટડીમાં મહા મહિને પ્રતિષ્ઠા હેવાથી બધાને વિહાર પાટડી તરફ જ થવાનું હતું, પણ ત્યાં અચાનક જ ખંભાતથી શ્રી કસ્તુરભાઈ અમરચંદ આદિ આગેવાને એક મહત્સવ પ્રસંગે પધારવા આગ્રહભરી વિનંતિ કરવા ઉપસ્થિત થયા અને શ્રી દાનસૂરિજી મહારાજ ઝીંઝુવાડાથી પાટડી તરફ વિહાર કરી ગયા, તેમજ શ્રી પ્રેમ મ. દિને ખંભાત તરફ વિહાર કરાવવામાં આવ્યું.
વર્ષો સુધી પડછાયાની જેમ સાથે રહેલાને અંત સમયે પણ સંગ કુદરતને માન્ય નહિ હોય, એથી પાટડી મુકામે મહા-સુદ બીજે પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મ. કાળધર્મ પામ્યા. એ રાતે શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. આદિ ખંભાત તરફના વિહારમાં માતર સુધી પહોંચ્યા હતા. વજઘાત સમા આ સમાચાર મળતા જ ગુરુદેવ અને રિખ્ય આ