Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૪૫-૪૬ : તા. ૨૫-૭-૯૫ ૪
: ૧૦૨૯
લાગે. પણ ભણી નું ટીપું પણ આપવાનું નહિ. જે આટલી તૈયારી હોય, તે હું અખતરો અજમાવું.
વડીલોએ લાંબી વિચારણા કરીને આ પ્રયોગ અજમાવવાનું નકકી કર્યું. શ્રી મવિજયજી મહારાજે કહ્યું કે, આ રીતે ય વ્યાધિ જતો હય, તે દાહ-તૃષાને સહન કરી લેવાની મારી તૈયારી છે. * *
‘આ પ્રાગ સફળ થયા. શ્રી રામવિજયજી મહારાજે ખૂબ જ સમતાથી ઈજેકશન લીધું. બરાબર ચાલીસ મિનિટ સુધી એ ઈ જેકશન ચાલ્યું. સાંજે પ્રતિક્રમણ કર્યાબાદ શ્રી મેઘસૂરીશ્વરજી મહારાજને શ્રી રામવિજયજી મહારાજે વિનંતી કરી કે, આપની કૃપાથી દાહનો ઉપદ્રવ હું ખમી શકીશ, એ મને વિશ્વાસ છે. આમ છતાં કદાચ પીડા અસહ્ય બને, ત્યારે મને સમાધિ મળી રહે એ માટે એક એક સાધુને વારાફરતી મારી ચેકી કરવા બેસાડશો. જેથી મારા હાથે કેઈ ભૂલ થવા ન પામે.
એ રાતે અસહ્ય દાહ અને અસહા તૃષાને બેવડ ઉપદ્રવ પળેપળ વધતો જ રહ્યો. પણ શ્રી રામવિજયજી મહારાજે એને ખૂબ જ શાંતિથી સહન કર્યું, જેના પ્રભાવે. એ દિવસથી દાહની વ્યાધિએ વિદાય લીધી એ લીધી ! જીવનના છેડા સુધી આવેલી અનેક બીમારીઓને સમતાથી વેઠીને, છેલ્લે પૃહણીય સમાધિ સાથે પૂ. આ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા સવર્ગવાસી બન્યા. સમાધિની આ સિદ્ધિના મળિયા સિનેર-અમદાવાદ આ ઘટનાથી બદ્ધમૂલ બન્યા હોય, એ શું સંભવિત નથી ? ૭ દીર્ઘ દૃષ્ટિના દાન
દષ્ટિના દાન મળવા પણ સહેલા નથી, ત્યાં દીર્ધદષ્ટિના વરદાન મળવા તે કયાંથી સહેલા હોય ? પણ શ્રી રામવિજયજી મહારાજને નાનપણથી જ આવા વરદાન મળી ચૂક્યા હતા, એની પ્રતીતિ કરાવતો એક પ્રસંગ જાણવા-માણવા જેવું છે. આ
૧ની સાલનું ચાતુર્માસ વડવા (ભાવનગરમાં) હતું ને વડીલની નિશ્રા, હતી. શ્રીરાજચન્દ્રના કેટલાક ભકતએ “શ્રીમદ રાજચંદ્ર' નામનું એક દળદાર પુસ્તક ગુરૂનિશ્રામાં વાંચવાની ભાવના વડીલ સમક્ષ વ્યકત કરતાં આ માટે સુર્યોગ્ય વ્યકિત તરીકેની પસંદગી સૌએ શ્રી રામવિજયજી મહારાજ પર ઉતારી. શ્રી રામવિજયજી મહારાજે રાજચંદ્રના ભકતોને કહ્યું કે આ પુસ્તકની ખામીઓ પણ સાંભળવાની તમારી તયારી હોય, તો મને વંચાવવા વાંધો નથી ! આ વાત માન્ય રાખવામાં આવતા પુસ્તકનું વાંચન ચાલુ થયું.