Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૩૧ તા. ૪-૪-૫ :
' : ૭૨૯
રૂડું ચાં લેવી હોય પણ છીપમાં જ રૂપું માને તેઓ વાસ્તવિક રૂjને લઈ શકતા નથી.
પ્ર ર૭૯–ક્રિયાનય કેને કહેવાય અને તેનું દષ્ટાંત સાથે સામાન્યથી વરૂપ સમજાવે.
૧ : ક્રિયાને જે પ્રધાન માને તેનું નામ ક્રિયાનય છે કદાચ તે જ્ઞાનને માને તે પણ ગૌણ પણે માને છે પણ ક્રિયા વિના કશું જ નથી તેમ માને છે. તેના સમર્થનમાં જણાવે છે કે-ક્રિયા વગરનું જ્ઞાન નકામું છે. જેમ નદી-નાળાદિ પાણીમાં પેસી તરવૈયેતરવાનું જ્ઞાન હોવા છતાં પણ-હાથ-પગને હલાવવાની ક્રિયા ન કરે તે તે કઈ રીતના તરી શકે ? અર્થાત જ્ઞાન હોવા છતાં પણ ન જ તરી શકે. માટે ક્રિયા જ પ્રધાન છે તેમ કહે છે.
પ્ર : ૨૮૦-સિદ્ધાંતી શું કરે *
ઉ: એકલું જ્ઞાન કે એકલી ક્રિયા માનવામાં ઘણું જ દૂષણ અને ભૂષણ છે. બંને ય પોત પોતાના સમર્થનમાં ઘણી દલીલો કરે છે. - કિયા ઉપરના આદર વિનાનું એકલું જ્ઞાન અને શાન ઉપરના બહુમાન વિનાની એકલી ક્રિયા નકામી-નિરર્થક છે. ઈછિત સાયને સિદ્ધ કરવા સમર્થ બનતા નથી, પરંતુ અપાયકારી પણ બને છે.
જેમ કે, કહ્યું છે કે-એગ ચકકેણુ' અર્થાત્ એક ચક્ર વડે ચાલતે રથ ઈચ્છિત સ્થાને પહોંચાડવા સમર્થ બનતું નથી. એકલા જ્ઞાનને “પંગુ કહ્યું છે અને એકલી ક્રિયાને “આંધળી' કહી છે.
જેમ એક નગરમાં આગ લાગી તેનાથી બચવા નગરજને ભાગી છુટયા, માત્ર . એક આંધળે અને એક લંગડે બાકી રહ્યા. આગથી બચવા અધળે આમ-તેમ ફાંફા મારતે આગ તરફ જઈને તેમાં જ બળી ગયે જ્યારે લંગડે ચાલવા અસમર્થ હોવાથી આગ પાસે આવી અને તેમાં બળી ગયે. અર્થાત આંધળાની ગમન ક્રિયા પણ જ્ઞાન નહિ હેવાથી તેને નાશ કરનારી બની, તેમ પાંગળાનું જ્ઞાન ગમન દિયાના અભાવે તેનોય નાશ કરનારૂં બન્યું. -
" માટે જ્ઞાની એ સિદ્ધાતી અપ્રમત્તપણે જ્ઞાન અને ક્રિયામાં ઉદ્યમિત બની પિતાનું કલ્યાણ સાધે છે. જ્ઞાન અને ક્રિયાને સહયોગ જ ઈચ્છિત સ્થાને પહોંચાડવા સમર્થ બને છે.
જેમકે, એક જંગલમાં દાવાનલ સળગે. બધા લેકે જીવ બચાવવા ચારે બાજુ ભાગી છુટયા, તેમાં એક આંધળો અને એક લંગડે–પંગુ બાકી રહ્યા. તે વખતે આંધળે જીવ બચાવવા આગ તરફ જતા હતા તે બે પંગુએ કહ્યું-ભાઈ! તે તરફ ન જ, ત્યાં