Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૨૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
જ નથી. પરંતુ કલેશ નાશ થવાથી ફકત શાંતિને પામે છે.
જે આ રીતના માનવામાં આવે તે દીક્ષા-વ્રત-પચ્ચખાણ-નિયમ આદિનું પાલન 'નિરર્થક થાય છે. એમ આપત્તિ આપીને દિવાનું દષ્ટાંત પણ અસિદ્ધ છે તે વાત જેનો સમજાવે છે. તે આ રીતે–દિવાની તને સર્વથા વિનાશ નથી. પરંતુ પગલોની તેવા પ્રકારના પરિણમનની વિચિત્રતાના કારણે જ તે અગ્નિના–તના પુદ્ગલે જે પ્રકાશરૂપ હતા તે અંધકાર રૂપને પામે છે. તથા દિને બુઝાવાથી તરત જ અંધકારના પુદ્ગલ રૂપ વિકાર ઉત્પન થાય છે તેથી તે દેખાતું નથી. અંધકાર દેખાતો નથી માટે નથી તેમ પણ માનવું યુકિત યુકત નથી. કારણ કે અંજનના રજની જેમ આ અંધકાર સૂક્ષમ-સૂમતર પરિણામ સ્વરૂપ હોવાથી પવન વડે હરણ કરાતી અંજનની જે કાળી ૨જ ઉડે છે, તે અભાવથી નહિ પણ સૂમ પરિણામ સ્વરૂપ હોવાથી દેખાતી નથી.
જેમ-દિ અન્ય પરિણામને પામીને બુઝલે-નિર્વાણ પામેલે કહેવાય છે. તેમ કમરહિત એ જીવ પણ ફક્ત અમૂત આત્મ સ્વરૂપ અન્ય પરિણામને ૫ મીને નિર્વાણ પામ્ય કહેવાય છે એટલે વિદ્યમાન જીવની દુ:ખના ક્ષય સ્વરૂપ જીવની જે અવસ્થા તે નિર્વાણ એમ નક્કી થયું. પણ જીવના અભાવ વરૂપ એ નિર્વાણ તે વાત બેટી સિધ થાય છે.
પ્ર : ૨૭૭-છઠ્ઠા સ્થાનનું સ્વરૂપ સમજાવે.
૧ : મોક્ષને પામવાના ઉપાય છે એ છઠું સ્થાન છે. ઉપેયની-સાધ્યની-વિધિ કર્યા પછી દયેયને પામવાના ઉપાય પણ બતાવવા પડે. કેમકે, ઉપાય વિના ઉપેયની પ્રાપ્તિ થતી નથી. ઉપેય રૂ૫ મોક્ષને પામવાના ઉપાય સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રસંયમ કહ્યા છે. ઉપાય વિના જે ઉપેયની પ્રાપ્તિ થતી જ હોય તે ઉપાયને માટે કઈ મહેનત તે ન કરે પણ તે ઉપાય-કારણે પણ બતાવેલાં નિરર્થક અને નિર્દેતુક બની જાય. કારણ વિના કાર્યની સિદિધ થતી જ નથી એ નિર્વિવાદ સર્વસંમત વાત છે. માટે જ કાર્યની સિદ્ધિ માટે કારણે પણ બતાવાય છે. તે કારણેનું સમુચિત--આજ્ઞા મુજબ આસેવન થાય તે કાર્યની સિદ્ધિ સહજ થાય જ છે. કારણની ખામીના કારણે કાર્ય વિલંબમાં પડે તે પણ સહજ છે.
અહીં સંયમ અને જ્ઞાન કહેવાથી તેમાં દર્શનને પણ સમાવેશ સમજી લેવું.
પ્ર : ૨૭૮–જ્ઞાનનીય કેને કહેવાય અને તેનું સામાન્યથી દષ્ટાંત સાથે સ્વરૂપ સમજ.
: જ્ઞાનનય જ્ઞાનને જ પ્રધાન માને છે અને ક્રિયાને માને તે ગૌણ માને છે. જ્ઞાન પૂર્વકની ક્રિયા હેય તે ઠીક છે બાકી જ્ઞાન વગરની ક્રિયાને તે ટી-જુઠી જ માને છે.