Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૯૨ :
.
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
કેલગલ સપ્લાય કરવાને ધંધો કરે છે, મુંબઈ, વડોદરા અને અમદાવાદથી હાઈ સોસાયટીની કેલગર્લ્સને લઈ શ્રીમ તેના નબીરાઓ અહીં આવે છે અને દારૂને જયાફતે ઊઠાવે છે. ગુજરાતમાં પહાડની ઊંચાઈએ આવેલું અંબાજી પણ આજે વેશ્યાઓનું ધામ બની ગયું છે. તેની સરખામણીએ જ્યાં પહોંચવું આજે પણ કઠિન છે તેવાં જૂનાગઢ, શત્રુંજય, બદરીનાથ, કેકારનાથ, સમેતશિખર વગેરે પહાડી તીર્થો આજે પણ દષણરહિત રહ્યાં છે. રોપવે જેવાં સાધનો વડે શહેરી જીવનમાં તમામ દષણે એક જ મિનિટમાં આ પવિત્ર તીર્થ સુધી પહોંચી જઈ શકે છે.
મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની રાયગઢના જે કેટલા ઉપર હતી ત્યાં રોપવે બાંધવાની એક ચેજના મહારાષ્ટ્ર સરકારે સાડાપાંચ કરોડ રૂપિયાને ખર્ચે તૈયાર કરી છે. થોડા સમય અગાઉ મુખ્ય પ્રધાન શરદ પવાર આ જવાનું ઉદ્દઘાટન કરવાના હતા પણ શિવભકતેના વિરોધને કારણે તેમણે આ કાર્યકમ મે કૂફ રાખવાની ફરજ પડી હતી. રાયગઢના સૂચિત પવેને વિરોધ અખિલ મહારાષ્ટ્ર ગિરિ આરોહણ મહાસંગ નામની સંસ્થા દ્વારા થઈ રહ્યો છે. પર્વત ખેડુએ અને ટ્રેકરોની બનેલી આ સંસ્થાના પ્રમુખ વિધાનસભ્ય સાબીર શેખ છે. મહારાષ્ટ્ર સરકારના પર્યટન ખાતાએ આ રોપવે બાંધવાની જવાબદારી પૂણેના શ્રી શિવાજી રાયગઢ સ્મારા મંડળને સેપી છે. રોપવેની જન સામેના વિરોધને મહારાષ્ટ્ર સરકારે મચક ન આપી એટલે સાબીર શેખ અને તેમના સાથીદારે થોડા સમય અગાઉ મુંબઈના ફલેરા ફાઉન્ટન ખાતે ઉપવાસ ઉપર બેઠા હતા. આ જનાના વિરોધીઓ કહે છે કે રાયગઢ ઉ૫ર જે રોપવે આવશે તે શિવાજી મહારાજની આ રાજધાની કૂટણખાનામાં ફેરવાઈ જશે
રાયગઢ ઉપર રેપ બાંધવાની યોજનાનો વિરોધ કરી રહેલા સાબીર શેખ આ માટે સિંહગઢનું ઉદાહરણ આપે છે. આ પ્રાચીન કિલામાં છેક ઉપર સુધી વાહન લઈ જવાની સુવિધા થઈ તે પછી ત્યાં દારૂ અને વેશ્યાઓના અનિષ્ટ વધી રહ્યાં છે, તેમ સાબીર શેખનું કહેવું છે. રાયગઢ ઉપર જે રોપવે આવશે તે તેના હાલ પણ સિંહગઢ જેવા થશે તે તેમને હર છે. છત્રપતિ શિવાજી મહારાજે પોતાની રાજધાની તરીકે રાયગઢ કિલ્લે પસંદ કર્યો તેનું કારણ તેની દુગમતા હતી. હવે આ કિલાને જે સુગમ બનાવી દેવામાં આવશે તે તે શિવાજી. મહારાજનું અપમાન થશે એમ સાબીર શેખ કહે છે. વૃદ્ધો, અપશે અને બાળકને જે આ કિલાનાં દર્શન કરવા હોય તે તે માટે ડેલીની વ્યવસ્થા છે જ, તેમના બહાને જે રોપવે ઊભો કરી દેવામાં આવશે તે ૯૦ ટકા આળસુ શ્રીમંતે અહીં અમનચમન કરવા આવી ચડશે અને પિતાના ધનનું બીભત્સ પ્રદશન કરશે એ સાબીર શેખને ડર છે. તેમને એ પણ ડર છે કે રેપ આવવાથી અહીં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ ખૂલી રહ્યાં જશે.