Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ : અંક ૪૩-૪૪ : તા. ૧૮-૭-૫,
૯૮૧
કેની પાસેથી મેળવશે? સમેતશિખર માટે દસ કરેડ જોઈએ છે તે લમણે હાથ દેવા માંડયા છો તે ભવિષ્યમાં દેવદ્રવ્ય જેવી રકમ જ નહિ હોય તે તેની પાસેથી એકઠા કરશે? આજે તે દેવદ્રવ્ય છે તે તમે શ્રેણીકભાઈને કહી દીધું કે એ વાપરે! કાલે એક રૂપિયે દેવદ્રવ્યમાં નહિ હોય ત્યારે કયા ફંડ ઉપર તરાપ મારશો?
તમે કહે છે કે ભગવાનની પૂજા માટે જ જો કેસર-સુખડ વગેરેમાં દેવદ્રવ્ય ન વપરાય તો શું કરવાનું? પેલી વાત તો પૂબ સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ એ વાત તમેય માને છે. સાટે તે કહો છે કે મારા તપોવનના બધા બાળકો સ્વદ્રવ્યથી પૂજા કરે છે. તે પછી આ ઉપદેશ આપવામાં શું તકલીફ પડે છે? - બીજા અમારા તમને પ્રતિપ્રશ્ન છે કે જે કેશર-સુખડ ભગવાનની ભકિત માટે છે માટે વપરાય તે પછી પૂજા જોડી પણ શ્રાવક એમાંથી લાવી શકે ને? કારણ કે એ પણ ભગવાનની ભકિત માટે જ લાવવાની છે ને? કોઈ શ્રાવક પૂજા જોડી પહેરીને પેઢી ઉપર જવાને નથી એ તે દેરાસર પૂજા માટે જ ઉપયોગમાં આવવાના છે. તે સ્વદ્રવ્યથી ૨૦૦ કે ૩૦૦ રૂપિયાની પૂજા ડ લાવે તેના કરતાં બે પાંચ હજારની જ સૌ કોઈ સીરકની સારામાં સારી, ભારામાં ભારી નહિ લાવી શકે? શા માટે ન લાવી શકે તમારી દલીલને લઈને ? દસ વીસ રૂપિયાના પૂજના બટવા કે એલ્યુમિનિયમની પેટીઓ દેરાસર લઈ જવી તેના કરતાં તે સોના ચાંદીની પેટીઓ બધા ન લઈ જય ભગવાનની ભક્તિ દેવદ્રવ્યથી મારામાં સારી કરવાનું કહો છો તે સેના ચાંદીની પેટીઓ જ લઈ ને જાય ને? કોના બાપની દ્વવાળી? દેવદ્રવ્ય તે ઘણું ય પડયું છે. પછી એને ઉપયોગ શો? - આવા કુતકો કરવાનું રહેવા દયે.
વળી દેવદ્રવ્યથી શ્રાવક પૂજા કરી શકે તે જૈન પૂજારીને પણ કેમ અપાય ? તે તે કામ કરીને લેવાનું છે. દેવદ્રવ્યથી પૂજા કરનારા મંદિરનું શું કામ કરશે?
મા તમારા રામચન્દ્રસૂરીશ્વરજીના વિરોધને પડકારવા બીજા કેઈ શો ન મળ્યા કે આવા આવા કુતર્કોથી એમના સામે લડવા મંડયા છે? પણ યાદ રાખજે દેવદ્રવ્યના રક્ષણને બદલે ભક્ષણના પ્રચાર માટે જોરદાર ચલાવ્યું છે તે તમને આત્માને ખૂબ જ ભાર રૂપ બનાવી દેશે.
આ પે એક પ્રવચનમાં કહ્યું કે અમે આ કમલસૂરીશ્વરજી, દાનસૂરીશ્વરજી અને પ્રેમસૂરીશ્વરજી મહારાજની જ માન્યતા મુજબ કર્યું છે. એમના વિચારોથી વિરૂદ્ધ જઈને રામચંદ્રસૂરીજીના સમુદાયે ગોકીરો મચાવ્યો છે !'
- ગબેસ પ્રચારમાં પાવરધા પંન્યાસજી મહારાજ તમને કઈ નહિ પહોંચે બાકી