Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક,
શાસ્ત્રકારોએ સાધુ માટે આત્મહિત સાધવાનું મુખ્યતયા ફરમાન કર્યું છે આત્મહિત સાધવા સાથે પહિત કરવા માટે પોતે સમર્થ હોય અને ગુરૂએ અનુજ્ઞા આપી હેય તેણે પરહિત કરવા નિકલવાનું છે વ્યાખ્યાનાદિની પ્રવૃત્તિઓ કરવાની છે વ્યાખ્યાનાદિની પ્રવૃત્તિ પણ સંયમ સ્વાધ્યાય ગુર્વાદિની વૈયાવચ્ચ વગેરેની પ્રવૃત્તિની બાધક ન બને તે રીતે કરવાની છે. આ દિવસે લોકોને બોલાવી લાવી– કે વંદન કરવા આવેલાને બેસાડી બેસાડીને ઉપદેશ આપવાનું કામ કે વ્યાખ્યાન કરવાનું કામ કરવાનું નથી.
. કેઈ ધર્મને અથી થઈને આવ્યું હોય ત્યારે ધર્મોપદેશક કે વ્યાખ્યાન કરનાર માટે તે ફરમાન છે કે ગમે ત્યારે કેઈ પણ માણસ અથ થઈને ધર્મ સમજવા આવે ત્યારે માતરાની કે કાદિની તકલીફ હોય તે માતરાની કે કફની કુડી પાસે રાખીને પણ ધર્મ સમજાવવાનું છે. પણ પિતાની નિત્ય આવશ્યક ક્રિયાઓની ઉપેક્ષા કરીને નહી રાતે તે મુખ્યતયા સાધુને સ્વાધ્યાય ધ્યાનાદિ જ કરવાના છે છતા કેઈ ધર્મ સમજવા સામેથી આવે તો અધિકારી સાધુએ ધર્મ પણ સમજાવવાનું છે પરંતુ જાહેરાત કરીને અને જેમાં લાઈટ આદિને ઉપયોગ કર પડે તેમજ ગૃહસ્થને મોટર વગેરે વાહના દિને ઉપયોગ કરવો પડે તે રીતે વ્યાખ્યાને ગોઠવીને રાતના વ્યાખ્યાને રવાના નથી. ડ જૈન શાસનમાં જયણ ધર્મ મુખ્ય છે જયણા વગરને ધમ બેગમ છે આત્માને કોઈ જ લાભ કરનારે નથી માટે જ મંદિરમાં પણ તે ભમતી ફરવાનો વ્યવહાર નથી અને ભમતી ફરાતી નથી તે પછી રાતના ટાઈમમાં વ્યાખ્યાન માટે વાહનવ્યવહાર હાઈટ વગેરેને ઉપયોગ કરો કઈ રીતે ઉચિત છે જેમાં જયણા તે જરા પણ ન સચવાય.
',
' : - ૧ એક બાજુ એમ બેલાય કે આજના વાહને ડીઝલ-પેટ્રોલથી ચાલે છે ડીઝલપેટોલ પરદેશથી આવે છે. એના બદલામાં હીન્દુસ્તાનમાંથી પશુઓ વગેરેના માંસાદિ મોકલાવાય છે. એ માંસાદિનું સંપાદન કરવા માટે હીન્દુસ્તાનમાં ઠેકાણે ઠેકાણે કતલખાનાઓમાં પશુએ વગેરે ધમધોકાર કપાય છે એટલે આજના વાહનો ડીઝલ-પેટ્રોલથી નથી ચાલતા પરંતુ પ્રાણીઓના લેહી ઉપર ચાલે છે આ વાત સાચી જ છે તે વહાનેનો ઉપગ કરીને લે કે વ્યાખ્યાનમાં આવે તે કઈ રીતે ઉચિત છે ? અને એને જ કારણે રાતે વ્યાખ્યાન રાખવું તે પણ કઈ રીતે ઉચિત છે ? વિચારકેએ આમાં ખરેખર વિચારવા જેવું છે કે એમાં વકતા-શ્રોતા સાધુ-શ્રાવકને ધર્મ થાય છે કે અધમ ?
કેટલાકનું એવું પણ માનવું છે કે લોકે ઘેર બેઠા ટી. વી. જુએ કે ડીઓ સાંભળે ફરવા જાય કે ઉધે એના કરતા રાતે વ્યાખ્યાનમાં આવે તે શું વધે. એમાં પણ