Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* ૧૦૦૪
: શ્રી જૈન શાસન (અઠવાડિક).
સમયે હાજી–હા કયે જાવ, તેને કાંઈ અર્થ જ નથી. ન સમજાય ત્ય અગર વધુ સમજવાને માટે પ્રશ્ન પૂછવા, એ તે અર્થિપણાનું એક લક્ષણ છે એટલે ધર્મોપદેશકે તે એવા શ્રોતાને જાણીને આનંદ જ પામવાનો હોય. અર્થિપણાના વેગે પ્રશ્ન પૂછવાને ઉત્સાહિત બનેલા શ્રોતાને પ્રશ્ન પૂછતાં અટકાવી દે, એ ધર્મોપદેશકને માટે ભાભર્યું નથી જ,
- સ આપ જિજ્ઞાસુ શ્રોતાને પ્રશ્ન પૂછતાં અટકાવતા નથી, પણ પૂછવાની કેટલીક વાર તે પ્રેરણા પણ કરો છો એ હું જાણું છું, એટલે મેં કઈ ટકેર કરવાના હેતુથી ક્ષમા માગી નથી, પણ વિવેક પૂરતું જ તેમ કહ્યું હતું.
- તમે ટકોર કરવાના હેતુથી ક્ષમા માગી એમ હું માનતો જ નથી. વિચક્ષણ અને અથી પ્રકાર તે શ્રોતાજનોમાં રસ પેદા કરે છે અને ધર્મોપદેશકની પણ વાણીને ખીલવાના કારણ રૂપ બને છે. વિચક્ષણ એ અથી પ્રશ્નકાર પણ ચાલુ વિષયની છણાવટમાં ઘણે અગત્યનો ભાગ ભજવે છે, એટલે એવા પ્રલંકારના પ્રશ્ન તે સાચા ધર્મોપદેશકને ગ્લાનિ નહિ પણ આનંદ જ ઉપજાવે છે. આટલે ખૂલાસે એટલા માટે કર્યો કે કઈ પણ અથી આવા પ્રશ્નને પૂછતાં સંકોચ રાખે નહિ.
હવે તમારા પ્રશ્ન સંબંધી ખૂલાસે કરૂં છું. શાસ્ત્રના પાઠોને જે કંઈ બેઠે અર્થ કરતે હોય અને તેમ કરીને તે જનતામાં સિધાનથી વિપરીત વાતોને ફેલાવવાને પ્રયત્ન કરતે હેય, તે શકિતસંપન આત્માઓએ તેને પ્રતીકાર કરવામાં, રતાની લેશ પણ શકિતને ગે પવવી જોઈએ નહિ. પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્ય ભગવાન શ્રીમદ્દ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પણ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે– '
.. 'धर्मध्वस क्रियालापे, स्वसिध्धान्तार्थ विप्लवे ।
अपृष्टेनापि शक्तेन, वक्तव्यं तनिषेधितुम् ॥१॥' અર્થાત-ધર્મને વંસ, ક્રિયાને લેપ અને સિધાન્તના અર્થોમાં વિપ્લવ, એ પ્રસંગે જ એવા છે કે-કઈ પૂછે નહિ તે પણ. તેવા પ્રસંગેએ શકિતસંપન્ન આત્મા એએ તેના નિષેધની વાણી અવશ્ય ઉચ્ચારવી જોઈએ. ધર્મને વિંસ કરવાના પ્રયત્ન ચાલી રહ્યા હોય, તારક ક્રિયાઓને ઉડાવવાના પ્રયાસો થઈ રહ્યા હોય અને અનન્ત ઉપકારી, અનન્તજ્ઞોની શ્રી જિનેશ્વરદેએ ભવ્યાત્માઓના વિસ્તારને માટે ફરમાવેલા સિદ્ધા તેના અર્થોમાં વિપ્લવ જગાવીને સ્વચ્છન્દી સિધાન્તને પ્રચારવાની પ્રવૃત્તિઓ ચાલુ હોય તેવા સમયે સાચા શાસનસ્થ આત્માઓ, શકિત છતાં નિષેધ કર્યા વિના રહી શકતા જ નથી. કદાચ શકિતના અભાવે તેઓને મૌન રહેવું પડે, તેય, તેમના