Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: જૈન શાસન (અઠવાડિક) આપે કહ્યું કે મેં “સંમેલનના આધારે “ધાર્મિક વહિવટ વિચાર પુસ્તક લખ્યું છે. વાસ્તવમાં સંમેલને થોડીક છટકબારી આપી. તમે તે હવે દેવદ્રવ્યમાંથી દેરાસરનું બધું કામ કરવાની છૂટ આપી દીધી છે. બારીમાંથી બારણું કરી નાંખ્યું છે. સંમેલનમાં સહી આપનારની પણ આવી ભાવના નહિ હોય તે કરોડપતિ પણતાને કારણે દેવદ્રવ્યથી પૂજા કરે તે કેઈપણ દેષ ન લાગે તેમ મુંબઈથી પ્રરૂપીને બારી અને બારણું અને દિવાલ બધું ઉડાવી દીધું. સમેલનકારે પણ તમારી પરૂપણથી શરમ અનુભવતા હશે.
તમે કહે છે કે ૧૯૭૬, ૧૯૯૦, ૨૦૧૪ વગેરે સંમેલનમાં થયેલા ઠર પ્રમાણે જ દેવદ્રવ્યને અમે ૪૪ માં ઠરાવ કર્યો છે. આ તે એક હળહળતું ઝૂઠાણું છે. તમારે બીજા કેટલા મહાવ્રત અકબંધ છે તે તે જ્ઞાની જાણે. પણ મૃષાવાદ વિરમણ અંકબંધ નથી તે તે હવે સાબિત થઈ જાય છે. આગળના સંમેલનના ઠરાવમાં દેવદ્રવ્યથી પૂજા કરવાને નિર્ણય માત્ર ભગવાન અપૂજ ન રહે તેના માટેનો છે. જ્યારે તમારા ત્રણ ત્રણ આવૃતિના પુસ્તકમાં તે તમે દેવદ્રવ્યથી પણ નિર્ધન તે શું પણ કરોડપતિ પણ શ્રાવક પૂજા કરી શકે તેવું સિદ્ધ કર્યું છે. સુરતના પ્રવચનમાં બોલ્યા છે કે. બીચારા ગરીબેને શું દેરાસરના કચરા કાઢવાના અને કુલગુંથવાના જ કામ કરવાના? અમે પુછીએ છીએ કે શું આ કામ હલકા છે?
• તમે કહ્યું કે “પરમાત્માની ભકિત સારામાં સારી કરવા દેવદ્રવ્યને “ઉપયોગ કરી શકાય. બેસતા વરસે ભગવાનની સારામાં સારી આંગી કરવાનું મન થાય અને ૨૫૦૦ રૂપિયાની ટીપ થાય તે તેની સામે ૭૫૦૦ રૂપિયા દેવદ્રવ્યના ખચીને ભગવાનની ભકિત કરી શકાય. કેના બાપની દિવાળી ? ભગવાન દેવદ્રવ્યનું ઉઠાવવામાં કંઈ કયાં બોલવાના છે? ઉઠાવે અને કરો ને દરરોજ ભવ્ય અંગરચના ! માત્ર બેસતા વરસે જ શા માટે? બેસતા મહિને પણ રખેને!? અરે બેસતા મહિને જ શા માટે થઇ શકિત હોય તે બાર પર્વતિથિએ દરરોજ અંગરચના કરને! અરે સમ્યગદર્શન નિર્મળ થાય તે તે તે બાર તિથિએ જ શા માટે દરરોજ કરાવેને સરવાળે અહીં આવીને જ અટકશે અને જેટલું દેવદ્રવ્ય સ્ટાર્કમાં છે તે બધું જ પુરૂ કરીને ભાવી પેઢી માટે દેવદ્રવ્યથી જિર્ણોદ્ધારની વ્યવસ્થા છે તેને પુરી કરીને દેવાળી વહીવટ જ સેંપ છે? દેવદ્રવ્યના પૈસે સમ્યગદર્શનની શુદ્ધી કરવા નીકળેલા એ મહારથીઓ ! જરા ભવિષ્યને તે વિચાર કરે. . .
આજે ઠેર ઠેર સાધારણના તટ પડે છે. અને એના ફંડફાળા કરાય છે. એ તે દરેક સંઘ પિતાની જરૂરીયાત મુજબ કરી લેશે. પણ જ્યારે દેવદ્રવ્ય પુરેપુરૂં ખલાસ થઈ જશે પછી એના માટે લાખે-કરોડે કે આપશે? તમે શેત્રુંજય જેવા તીર્થ માટે તે માટે જે પાંચ લાખ રૂપિયા અપાવી શકતા નથી તે કરોડ રૂપિયા પછી