Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ગીરનારને સૂચિત રોપવે એ પવિત્ર તીર્થને વ્યભિચારના અડ્ડામાં ફેરવી નાખશે
- લેખકઉમેશ પારેખ
' મેહનદાસ કરમચંદ ગાંધીએ હિંદ સવરાજ નામના પિતાના પુસ્તકમાં લખ્યું : છે કે હારતનું સત્યાનાશ ડોકટરોએ, વકીલેએ અને રેલવેએ કહ્યું છે. રેલવે કેવી રીતે પ્રજાનું સત્યાનાશ કાઢે છે તે સમજાવતાં ગાંધીજી કહે છે કે રેલ્વે દ્વારા શહેરના લુચા, સ્વાથી અને બદમાશ લો કે ગામડાઓ સુધી પહોંચે છે અને ત્યાંની પ્રજાનું શોષણ કરી તેમને બરબાદ કરે છે. વીસમી સદીના પૂર્વાર્ધ ગાંધીજીએ દેશના સંદર્ભમાં જે વાત રેલવે માટે કરી હતી તે આજે ગિરિમથકના સંદર્ભમાં રોપવેને લાગુ પડે છે. જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર રોપવે બાંધવાની ગુજરાત સરકારના પર્યટન ખાતાની યોજનાને આ જ કારણે વિરોધ થઈ રહ્યો છે.
- આપણા પૂર્વજોએ અનેક તીર્થોની સ્થાપના પર્વતનાં શિખર ઉપર કરી તેની પાછળ પણ એક લેજીક કામ કરી રહ્યું છે. તેમની યુક્તિ એવી હતી કે પવિત્ર તીર્થો સુધી પહોંચવને માર્ગ જે અઘરે હોય તે ખરેખર ભકિતભાવ ધરાવનાર લોકે જ ત્યાં સુદ પહોંચી શકે અને તીર્થનું વાતાવરણ બગડે નહિ, જે ગિરિમથકનું વાતાવરણ ધ્યાત્મિક સાધના માટે ઉત્તમ માનવામાં આવ્યું છે ત્યાંકા મને જકતમામ પરિબળે પણ હાજરાહજૂર હોય છે. ગિરિમથક સુધી પહોંચવા ને માર્ગ જે સરળ અને આસાન બનાવવા માં આવે તે ધર્મપ્રેમીઓને બદલે ભેગસુખના રસિયાઓને ધસારે ત્યાં વધી જાય અને આધ્યાત્મિક શાંતિનું વાતાવરણ ડહોળાઈ જાય. આજે પણ પહાડ ઉપર આવેલાં જે તીર્થો સુધી પહોંચવા માટે રેડની સુવિધા ઉપલબ્ધ છે તેનું વાતાવરણ તપાસીએ એટલે ઉપરની વાતની ખાતરી થઈ જાય છે. રેપ પેજના તે રેડ કરતાં પણ વદ હાનિકારક છે કારણ કે તે પહાડની ટોચ ઉપર પહોંચવા માટે સૌથી આસાન તરીકે છે.
ભારતભરનાં તીર્થસ્થળોને ઇતિહાસ કહે છે કે જે તીર્થો સુધી પહોંચવા માટે રેડ અથવા રેપની સગવડ કરવામાં આવી તેની પવિત્રતા નાશ થઈ છે. ગુજરાતની સરહદે ગાવેલું માઉન્ટ આબુ તેનું ઉદાહરણ છે. જે પહાડ ઉપર વૈદિક અને જૈન ધના ભવ્ય મંદિરો અને આશ્રમો આવેલાં છે એ આજે વ્યભિચારના અડ્ડા જેવો બની ગયો છે, માઉન્ટ આબુમાં દારૂ બહુ છૂટથી મળે છે અને અમુક ગેસ્ટ હાઉસે