Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૪૩-૪૪ તા. ૧૮-૭-૯૫ :
જીના જન લેવાઈ જતા હશે અને કેઈકવાર તો પોતાનો જાન પણ જોખમમાં મુકાઈ જવાને અવસર લાગી જાય છે. ઝાડાદિ ઉપર નિરાંતે જંપીને બેઠેલા કે ઉંઘતા પક્ષીઓ વગેરેને પણ વાહનના ફટાફટ અવાજથી કેટલે ફફડાટ અને ત્રાસ થતું હશે.
જની વિરાધના કરવી અને વ્યથ ત્રાસ આપી રાતના વ્યાખ્યાન કરવા એ શાઅદષ્ટિએ કેટલા ઉચિત છે એ વિચારક ગીતાર્થ આચાર્યાદિએ ખૂબ જ ગંભીરતાથી સમજવાની ને વિચારવાની જરૂર છે.
વ્યાખ્યાન માટે પ્રશસ્ત કાલ દિવસને છે એમાં પણ સવિશેષ પ્રશસ્ત કાલ સવારને ચઢતા પહોરને છે માટે જ મોટા ભાગે વ્યાખ્યાને સવારના નવ વાગ્યાથી સાડા દશ અગ્યાર વાગ્યા સુધીના રાખવામાં આવે છે. બપોરને કાલ પ્રશસ્ત ખરો પણ સવારના જે તે નહી જ. પ્રશસ્ત કલમાં વ્યાખ્યાન શ્રવણ કરવાથી સુદર અસર થાય છે ભાલલાસ અને પ્રસન્નતા વધે છે જેના શાસનમાં દ્રવ્ય-ક્ષેત્ર આદિને શુભ અનુષ્ઠાન માટે મહ વ આપ્યું છે તેમ કાલને પણ એટલું જ મહત્વ આપ્યું છે શુભ અનુષ્ઠાને પ્રશસ્ત કાલમાં કરવાનું વિધાન છે. રાતે વ્યાખ્યાનમાં વક્તાને શ્રોતાઓના મોઢા દેખાતા નથી એથી શ્રોતાઓ ઉઘે છે કે જાગતા સાંભળે છે એની જ વકતાને ખબર ન પડે આવી અવસ્થામાં વકતાને માત્ર લેકચર ઝાડે રાખવું પડે છે. તે
સતે વ્યાખ્યાનકારને શ્રોતાઓના મેઢા ન દેખાય તેથી રાતે લાઈટને પણ શ્રાવકે ઉપયોગ કરે છે ઈલેકટ્રીક લાઈટમાં જીવેની હિંસા પણ કેટલી ભયંકર થાય છે ? એ તે જાણવા મળે ત્યારે હવામાં કમકમાટી છુટી જાય. કેટલીકવાર તો શ્રોતાઓ લાઈટ ય સ્થાન માટે કરીને ગયા પછી લાઈટ બંધ કરવાનું ભૂલી પણ જાય છે. એના કારણે આખી રાત લાઈટ સળગ્યા કરે અને જીવની ઘોર હિંસા થયા કરે. દિ', ઉગ્યા પછી કોઈને ખ્યાલ આવે તે એ બંધ કરે નહીતર રાતની માફક દિવસે પણ લાઈટ સળગતી રહેવાથી જીવોની વિરાધના ચાલુ રહે છે. કેટલીકવાર તે આવી વિરાધના હાલવા સાધુ પણ શ્રાવકને લાઈટ બંધ કરવાને ઉપયોગ આપવાનું પાપ માથે વહેરી લે છે સાદને લાઈટ ચાલુ કરવામાં જેમ જીવ વિરાધનાનું પાપ છે તેમ લાઈટ બંધ કરવામાં પણ જીવ વિરાધનાનું પાપ લાગે જ છે. સાધુ ગૌચરી ગયા હોય ત્યારે ઘરમાં પ્રવેશતા પ્રવેશ્યા બાદ કેઈ ગૃહસ્થ લાઈટ બંધ કરે કે ચાલુ કરે બેલ વગાડે રેડીયે ટી. વી. ની સ્વીચ ઓન કરે ત્યારે એ ઘરમાંથી વહેર્યા વગર નીકળી જાય તે પછી સાધુને કયાખ્યાન કરવાનું અને એમને શ્રાતાઓના મોઢાં દેખાય માટે લાઈટને ઉપયોગ શ્રાવકે કરે તે એમાં શું સાધુને દોષ ન લાગે?
' (ક્રમશ:) ,