Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ઉપર
જૈન શાસન (અઠવાડિક). જે કારણથી શ્રી તીર્થકર ભગવતે અને શ્રી ગણધર દેવે વડે પણ કેલ અગીતીર્થોના વિહારને પણ નિષેધ કરાય છે. આગમમાં પણ કહ્યું છે કે :
"गीयत्थो य विहारो बीओ गीयत्थमीसितो भणितो । , Uત્તો તદ્યવિારો નાનાતો ઉનાવો fઠ્ઠ”
એક સ્વયં ગીતાર્થને વિહાર, બીજો ગીતાર્થની નિશ્રામાં વિહાર કહ્યો છે પણ આ બે સિવાય ત્રીજે વિહાર શ્રી જિનેશ્વરદેવેએ અનુજ્ઞા આપેલ નથી. ' અર્થાત્ આંધળા વડે આંધળો કયારે પણ સન્માર્ગમાં લઈ જવાતે નથી આ તેને અભિપ્રાય છે. આ બધી વાત ક્ષાયે પશમિક જ્ઞાનને આશ્રયીને કરી.
* ક્ષાયિકાનને આશ્રયીને નનું જ વિશિષ્ટ ફલ સાધકપણું પણ તેજ રીતના. જાણવું જોઈએ. જેમકે, શ્રી અરિહંત પરમાત્માએ પણ સંસાર સમુદ્રના કિનારે રહેલા, અનુપમ દીક્ષા ધર્મના પાલક, ઉત્કૃષ્ટ તપ અને ચારિત્રના આરાધક હેવા છતાં પણ જ્યાં સુધી જીવાજીવાદિ સઘળા પદાર્થોના અવબેધરૂપ કેવળાનને પામતા નથી ત્યાં સુધી તેઓ પણ મોક્ષને પામતા નથી. '
આથી સુનિશ્ચિત થાય છે કે, આલોક અને પરલેકના ફળની પ્રાપ્તિનું પ્રધાન કારણ જ્ઞાન જ છે. આ રીતે જ્ઞાનની જ પ્રધાનતાને જણાવવામાં તત્પર એવો જે ઉપદેશ તેવા નયનું નામ શાનનય છે. આ જ્ઞાનનય ચાર પ્રકારના સામાયિકમાં જ્ઞાનસ્વરૂપ જ એવા સમ્યક્ત્વ સામાયિક અને શ્રુતસામાવિકને જ પ્રધાનપણે માને છે. જ્યારે દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિકને માનતું નથી કે ગૌણ પણે પણ માને છે.
આ રીતના નનયનું સ્વરૂપ જણાવ્યું. પ્ર-૨૮૨ ક્રિયાનનું સ્વરૂપ વિશેષથી સમજાવે. . -
ઉ-ક્રિયા જ આ લેક અને પરલેકના ફળની પ્રાપ્તિનું પ્રધાન કારણ છે એમ ક્રિયાનય કહે છે અને પિતાના પક્ષની સિદ્ધિના સમર્થનમાં ક્રિયાનય પણ “નાર્થાન નિષ્ક્રિયવે.' એજ ગાથાને જણાવે છે. (આવનિ.ગા. ૧૦૬૬ જે ઉપર સંપૂર્ણ લખી છે.)
ક્રિયાનય કહે છે કે, આ લેક અને પરલોકના ફળની પ્રાપ્તિ માટે રાત-જણાપેલા એવા ઉપાદેય-હેય-રેય પદાર્થોને વિષે જ પ્રવૃત્તિ કરવી જોઈએ. જે કારણથી, પ્રવૃત્તિ-ક્રિયારૂપ પ્રયતન વિના, જ્ઞાનવાળાઓને પણ ઈચ્છિત અર્થની પ્રાપ્તિ કયારે પણ થતી નથી. અન્ય વડે પણ કહેવાયું છે કે – * “ચૈિવ કદ્દા ઉસ, 7 જ્ઞાનં મતમ્ |
यतः स्त्रीभक्ष्यभोगज्ञो, न ज्ञानात् सुखितो भवेत्" ॥
મનુષ્યને માટે ક્રિયા જ ફલદાયી મનાય છે પરંતુ જ્ઞાન ફલદાયી મનાયું નથી. જે કારણથી સ્ત્રીના અને ભયાદિના ભેગને જાણનાર માત્ર જ્ઞાનથી સુખી થતું નથી.