Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ : અંક : ૩૦ તા. ૨૮-૩-૯૫
મીઠાશ માણી શકે છે પણ વર્ણવી શક્તિ નથી તેને જેવી તે વાત છે.
તે પણ માનું સુખ કેવું છે તેનું વર્ણન કરતાં “છી આવશ્યક નિર્યુકિતમાં કહ્યું છે કે –
'नवि अत्थि माणुसाणं तं सोक्खं नवि य सव्वदेवाणं ।
जं सिद्धाणं सोक्खं अणाबाहं उवगयाणं ।।९८०॥'
અર્થાતુ-અવ્યાબાધ એવા મોક્ષપદને પામેલા શ્રી સિદ્ધ ભગવંતેને જે સુખ છે, તેવું સુખ ચક્રવતી આદિ મનુષ્યને પણ નથી અને અનુત્તર વિમાનવાસી દેને પણ નથી” (મનુષ્યમાં સૌથી વધુ સુખી ચક્રવતી હોય છે અને બધા દેવામાં વધુમાં વધુ સુખી અનુસાર વિમાનવાસી એવા શ્રી સર્વાર્થસિદધ વિમાનના દેવ છે માટે સૌથી વધુમાં વધુ સુખીની અપેક્ષાએ તે બેનું રહણ કર્યું છે. ઉપલાણથી બી જ પણ સુખી જીવે સમજી લેવા.)
ઢવાદિનું સુખમુક્તિસુખને અંશ માત્ર પણ નથી તે વાત પ્રકારાન્તરે કહે છે. ___ 'सुरगणसुहं समत्तं सव्वद्धापिडियं अणंतगुणं ।
न य पावइ मुत्तिसुहं गंताहिवि बग्गवग्गूहिं ॥९८१॥'
અર્થાત-ભૂતકાળમાં થયેલા, વર્તમાનમાં વિવમાન અને ભવિષ્યકાળમાં થનારાએ પ્રમાણે સઘળાય દેવોના સમુદાયનું સઘળાય પ્રકારનું જે સુખ તેને સાળા ય–ત્રણે કાલના જેટલા સમયે તેના વડે ગુણવામાં આવે અને જે સંખ્યા આવે તેના કરતાં પણ અનંતગણું મસમાં શ્રી સિધપરમાત્માનું સુખ હોય છે.
અર્થા-સઘળા ય કાળના સમયે વડે ગુણેલું જે સુખ જેટલા પ્રમાણમાં આવે તેટલાં પ્રમાણવાળાં સુખને અસત ક૯૫નાથી એક આકાશ પ્રદેશમાં સ્થાપન કરાય, તે રીતના સકલ કાકાશના અનંત પ્રદેશને પૂરવા સ્વરૂપ અનંત ગુણાકારથી ગુણેલું જે સુખનું પ્રમાણ આવે તેને વગ કરવામાં આવે (તે સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણતાં જે જવાબ આવે તે તેને વર્ગ કહેવાય છે, જેમકે, ર૪ર૦૪ ૨ ને વર્ગ-૪, ૫*૫=૧૫, ૫ ને વર્ગ ૨૫, ૨૫૪૨૫૩૬૨૫, ૨૫ ને વર્ગ ૬૨૫ કહેવાય તે વગિત કરેલ સંખ્યાને ફરીથી વગ કરવામાં આવે, એ પ્રમાણે અનંત વગના વર્ગો વડે વગિત જે સંખ્યા આવે, તે ચરમ કાને-પ્રકરૂપ પામેલ સંખ્યા પણ મુકિતસુખને આંબી શકતી નથી. અર્થાત તેના કરતાં પણ મુકિત સુખ અનંતગણું છે.
આ જ વાતની પુષ્ટિ માટે કહે છે કે