Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-----------# 60-6- સમકિતના સડસઠ બેલની
–પૂ. મુનિરાજ શ્રી સક્ઝાય ઉપર પ્રશ્નોત્તરી - | પ્રશાંતદર્શન વિજયજી મ. નાઝ નહી હસીને કહી રહી
A [ ગતાંકથી ચાલુ ] પ્ર-૨ ૫૭ અનુપચરિત અને ઉપચારિત વ્યવહાર વિશેષથી સમજાવો.
ઉ- મનુપચરિત વ્યવહારનયથી આત્મા પોતાના કર્મોને પણ કર્તા હેવાથી, કર્મ સાથે પિતાને ય સંબંધ થાય છે તે વાત માન્ય રાખે છે. જો કે નિશ્ચયનથી, આત્મા પિતાનામાં એવા અધ્યવસાય-પરિણામને પેદા કરે છે કે જેથી કર્મ વગણના પુદ્ગલે ચેટીને બંધાય છે. વાસ્તવિક રીતે કર્મબંધને કર્તા ન હોવા છતાં પણ કમબંધ૩૫ ફળ આવે છે, માટે આ શુદ્ધ-અનુપચરિત વ્યવહારનયથી તેને કર્તા આત્મા બને છે..
ઉપચરિત વ્યવહારનયથી કર્તાપણું આ રીતના જાણવું. જેમ કે, કેઈ સુતાર લાકડાનો હાથી બનાવે કે શિપી પ્રતિમા આદિ બનાવે કે કુંભાર ઘટ આદિ બનાવે તે તે સુતાર, શિપી અને કુંભાર તેના તેના કર્તા કહેવાય છે. વાસ્તવમાં તે મુતારાદિ તે સુતારાદિના શરીરમાં રહેલો આત્મા છે. તે તે કર્તા કયાંથી થાય? તેથી ઉપચારથી, પિતાના શરીર દ્વારા પિતાને આત્મા કરનાર લેવાથી ઉપચરિત વ્યવહારનયથી તે હાથી આદિને પણ કર્તા કહેવાય છે. .
પ્ર-૨૫૮ આત્મા કર્મને કર્તા છે. આ વાત વિશેષથી સમજાવો.
ઉ-કરનારે કર્તા. જીવ કરે છે એટલે કર્તા છે. જીવ મિથ્યાવા બંધના કારણથી જોડાઈને તે તે કમને બાંધે છે કરે છે માટે જીવ કર્મને કર્તા છે. જો જીવ કર્મોને કર્તા ન હતા તે દરેક જીવમાં દેખાતા જુદા-જુદા પ્રકારના સુખ-દુખ આના સંવે. દન પણ ન થાત. જગતના જીવનમાં સુખ કે દુઃખની વિચિત્રતા દેખાય છે તેથી સુખ કે દુઃખનું સંવેદન અનુભવાય છે. તે વિચિત્રતા કારણ વિનાથી હતી જ નથી. જે તે વિચિત્રતા કારણ વિનાની માનવામાં આવે તે તેને હંમેશ માટે કાં સદભાવ કાં અભાવ માનવાને પ્રસંગ આવે. કહ્યું છે કે–નિત્ય સત્ત્વમસર્વ વાડહેતોરન્યાનપેક્ષણ' અર્થાત-હેતુ ન હોવાથી, અન્યની અપેક્ષા પણ ન હોવાથી નિત્ય સવ કે નિત્ય અસવાય એ ન્યાય છે તેથી સુખ કે દુ:ખના અનુભવરૂપ કાર્યમાં, જીવના પિતાનાજ કરેલ કમ જ કારણ છે પણ બીજાના નહિ. માટે આત્મા કર્મોને કર્તા છે તે વાત સિદ્ધ થાય છે.
પ્ર-૨૫૯ ચોથા સ્થાનને સામાન્યર્થ જણાવે. ઉ-આત્મા જ પિતાના કર્મોને ભકતા-જોગવનારો છે. જેમ જીવ વિધ્યાવા