Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કgિl]
સામre To :*
दाराः परिभवकारा बंधुजनो बंधनं विषं विषयाः । कोऽयं जनस्य मोहो, ये रिपवस्तेषु सुहृदाशा ।।
જગતના સઘળા ય ઇચ્છિત વાંછિતની પૂતિને માટે અવિરત ભગીરથ ! પ્રયત્ન આદરે છે છતાં પણ વાંછિત તેમનાથી લગભગ સેંકડો જોજન દૂર-સુદૂર ભાગતું ફરે છે કાં હાથતાળી દઈ જતું જોવા મળે છે. તેનું નિદાન કરતાં આપ્તપુરૂષે કહે છે કે મૂળથી જ ઊંધા માગે મોટે ભાગ પ્રયત્ન કરે છે. જે ખરેખર શત્રુ છે તેને પ્રાણ પ્યારા મિત્ર માનવામાં આવે તે આવી દશા થાય તે સહજ છે. આજ વાતને નિર્દેશ કરતાં પરમહિતી પી મહાપુરૂષ ફરમાવે છે કે-“શ્રીઓએ પરિભવનું કારણ છે, બંધુજન | છે એ બંધન સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના મનગમતા કામભેગો એ વિ. જેવા છે. }
સ્વાનુભવ સિદ્ધ આ વાત હોવા છતાં ય આશ્ચર્યની વાત તે એ છે કે તેને એ અપૂર્વ મેહ છે કે જે આત્માના ભયંકર હિતશત્રુ હોવા છતાં ય મહાન મિત્ર સમાન જ લાગે છે.”
બહુ જ શાંત ચિત્ત આ વાત વિચારવામાં આવે તો સૌને પ્રાણાણિકપણે આ ી વાત સ્વીકારવી પડે તેમ છે. જેની ઉપર અતિવિશ્વાસ મૂક્યો હોય અને તેનાથી જ દગા છે છે કપટના ભોગ બનાય તે હવામાં કેવા કેવા ભાવે જમે તે સુવિદિત છે. તેવી જ રીતે ? જે મિત્ર પણ શત્રુની ગરજ સારે તે શું શું થાય તે ય સમજવું કઠીન નથી, પરંતુ એક છે માત્ર ધાર્યા સુખોની કલ્પના જ વાસ્તવિકતાથી દૂર રાખે છે જેને જ્ઞાનિઓ મેહ સ્વરૂપે
ઓળખાવે છે. તે એક એવો “અનાપ્ત હોવા છતાંય “આપ્ત’ જેવો દેખાવ કરી બધાને છે નચાવે છે. જે આત્માના ભયંકર કારમા શત્રુઓ છે તેને મિત્ર જેવા મનાવે છે અને જે કે ખરેખર હિતકારી મિત્રો છે તેમને શત્રુ મનાવી, આત્મા ઉપર તેનો પડછાયે ય ન પડે ! છે તેની પૂરી કાળજી રાખે છે. આત્માના હિતકર મિત્રોને વશ પડે તે “બગડી ગયા અને છે છે શત્રુઓને વશ પડે તે ‘સુધરી ગયો ન્યાલ ન્યાલ થઈ ગયે એવું મનાવી આત્માને ! . એવી રીતના ઘેરી લે છે કે તેને પંજામાંથી નીકળવું મુશ્કેલ પડે.
પરંતુ જે પુણ્યાત્માઓને વાસ્તવિક પરિસ્થિતિનું ભાન થઈ જાય છે અને બેહેશીને 8 કેફ ઉતરી જાય છે તેઓ સાચે વિવેક પામી. આત્મા કલ્યાણના પંથે પાપા પગલી છે. ભરી સાચું કલ્યાણ સાધે છે. સૌ વાચકે સાચી વિવેકદ્રષ્ટિને પામી શીધ્રાતિશીધ્ર કલ્યાણને ? - પામે તે જ મંગલ કામના,
-પ્રજ્ઞાંગ