Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ : અંક ૧૩ : તા ૨૨-૧૧-૯૪ :
૩૮૧
પ્ર૦-૮૯ પહેલા દૂષણનું સામાન્યથી વરૂપ સમજાવે.
ઉ૦. પહેલું શંકા નામનું દૂષણ છે. શ્રી સવજ્ઞ ભગવંતે કહેલાં વચનમાં સંશય કરે તેનું નામ શંકા છે.
પ્ર૦-૯૦ શંકા કરનારે શું કરે છે?
ઉ૦ -રાજાને રંક સમાન ગણે છે. શ્રી જિનમત શ્રી જિન વચને તે રાજા સમાન છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવે જે કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું છે. છતાં પણ તેના ઉપર અવિશ્વાસ આવ્યા તેથી તે રંક સમાન માને તેમ કહેવાય.
બ૦-૯૧ શંકાનું વિશેષથી સ્વરૂપ સમજાવે.
૩-સંસાર સરિત, શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલા–સમજાવેલા અત્યંત ગુઢ ધર્માસિસકાયાદિ પદાર્થોને વિષે- દ્રવ્યને વિષે-મતિની દુર્બળતાના કારણે સારી રીતના નહિ સમજી શકવાથી “શું આમ હોય કે ન હોય તેવા પ્રકારને જે સંશય તેને જ શંકા કહી છે.
તે શંકા, દેશથી શંકા અને સવથી શંકા એમ બે પ્રકારની છે. તેમાં દેશથી શંકા તેને કહેવાય છે કે, જીવાજીવાદિ પદાર્થોમાંથી કઈ પણ એક જીવાદિ વિષયક શંકા જેમકે, છ છે. પણ તે જીવ સર્વગત છે કે અસવગત છે? સંપ્રદેશ છે કે અપ્રદેશી છે? આવા પ્રકારની પદાર્થના એક દેશભૂત જે શંકા તેને દેશ શંકા કહેવાય.
સવથી શંકા સર્વવિષયરૂપ છે. જેમ કે, ધર્મ છે કે નહિ ? પ્ર૯૨ સંશય-શંકા પેદા થાય ત્યારે શું વિચારવું જોઈએ ?
ઉ–ભગવાન શ્રી જિનેશ્વર દેના વચનમાં અવિશ્વાસ થવાથી સંશય-શંકા પેદા થાય છે. પરંતુ આગમના ગહન પદાર્થો જે શ્રદ્ધગમ્ય છે, આપણા જેવા પ્રમાણાકિની પરીક્ષા કરવામાં અપટુ હોવાથી, પણ આપ્ત પુરુષેએ પ્રરૂપેલા હોવાથી તેમાં જરાપણ સંદેહ કરવો યોગ્ય નથી જ. તે પણ મતિની દુબલતા કે મેહની પરવશતા, આદિના કારણે કદાચ તેમાં સંશય-શંકા થઈ જાય તે પણ વિચારવું કે
'कत्थइ मइदुब्बल्लेण तविहायरियविरहओ बावि । नेयगहणत्तणेण य नाणावरणोदयेणं च ॥१॥ हेऊदाहरणासंभवे य सइ सुठ्ठ जं न बुज्झेज्जा । सव्वन्नुमयमवितहं तहा वि तं चितए मइमं ।।२।। अणुवकयपराणुग्गहपरायणा जं जिणा जुगप्पवरा । जिअरागदोसमोहा य नन्नहावाइणो तेणं ॥३॥