Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ : અંક ૧૩ : તા. ૨૨-૧૧-૯૪ :
+ ૩૭e
સાધુને કે વ્રતધારી ઉચ્ચ કેટીના શ્રાવકને આશ્રયીને છે. પરંતુ દરેક તપાદિ ધર્મ કરનાર માટે છે. ગ્રંથકારેને એક જ ઉદ્દેશ હોય છે કે છ અનર્થકારી એવા અર્થકામમાં ન ફસાય. અને તપાદિ ધર્માનુષ્ઠાન કરી કમ ક્ષય કરવા દ્વારા સંસારથી મુકત બની મેક્ષને પામે આ બંને કલેકે પણ પેથડશાના પિતા દેદશાની પત્ની વિજયશ્રીએ કરેલા જ્ઞાન પંચમીની કરેલી અનુપમ કેટીની આરાધનાના ઉપલક્ષામાં કહેલા છે.
સિરિ સિરિવાલ કહામાં (શ્રીપાલ મહારાજાના ચરિત્રના) પણ ગૌતમ સ્વામી રાજગૃહિ નગરમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સભાને ઉદ્દેશીને જણાવે છે કે ભાવ વિનાનું દાન નિષ્ફળ છે. ભાવ વિનાનું શીલ સિદ્ધિને આપનારૂ બનતું નથી અને ભાવ વિનાને તપ ભવ વિસ્તારનું કારણ બને છે અહિ ભાવ પણ મુછ ત્યાગ-દાનાદિ ધર્મ પ્રત્યે બહુમાન કે મોક્ષની ઈચ્છા રૂપ લેવો જોઈએ. આ વાત પણ ગૌતમ સ્વામી ગણધર મહારાજાએ માત્ર સાધુ કે વ્રતધારી શ્રાવકેને ઉદ્દેશીને જ નથી કરી પણ સર્વસામાન્ય સભાને ઉદ્દેશીને જ કરેલી છે. એમની એ સભામાં સાધુ શ્રાવકાદિ હશે તેમ અન્ય અત્ય૫ કલાના ધર્મને આચારનાર હશે અને કોઈ પણ ધર્મનું આચરણ નહી કરનાર પણ હશે જ.
માટે દરેક ભાવિકે તપાદિ જે કાંઈ ધર્મ કરો હેય. તે દામ દુગતિ ગમનને સાધી આપવારે કે ભવ વિસ્તારનું કારણ ન બને એ રીતે જ કરે જોઈએ.
આ પ્રભાવકેમાં તપસ્વીને પણ એક શાસન પ્રભાવક કહ્યો છે નિઃસ્વાર્થ ભાવે કે મા લક્ષેથી તપ કરવામાં આવે તે તપ પણ વાસ્તવિક તપ ધર્મ બને છે અને વર્ધમાન તપ-સિદ્ધિત પ, માસક્ષમણદિ તો ખરેખર શાસન શાસનની અપૂર્વ પ્રભાવના કરનારા બને છે. અનેકને બોધી બીજાદિની પ્રાપ્તિ સાથે વિશિષ્ટ પ્રકારના આવા તપ કરવાની પ્રેરણા આપનારા પણ બને છે.
તપવી ૨હન પૂ. આચાર્યપ્રવર શ્રી રાજતિલકસૂરીશ્વરજી મહારાજાએ પણ પોતાના સંયમ જીવન દરમ્યાન અનેકવિધ અન્ય સાધના સાથે આવા અનુપમ કેટીના અનેક તપ કર્યા છે એમના એ તપ ધમની જેટલી અનુમોદના કરીએ ઓછી છે અને એમના જેવા તપદિ વર્મની સાધના આપણું જીવનમાં પણ આવે અને એઓશ્રી આવી સુંદર તપાદિની આરાધના-સાધનાના ફળ રૂપે સમાધિને પામી જીવનને મંગલમય બનાવી રહ્યા છે. તેમ આપણે પણ આપણા જીવનને તપાદિના રંગે રંગીને મંગલમય બનાવીએ એવી અપેક્ષા તેઓશ્રીના તપાદિના ગુણગાન કરવા દ્વારા રાખવી ખરેખર અનિવાર્ય જ છે.