Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
පපපපපපපපපපපපපපපපපපපපපප છે જ્ઞાન ગુણ ગંગા છે
– પ્રજ્ઞાંગ පපපපපපපපපපපපපපපපපපපපපපා
૦ કયા છે શોચનીય બને છે તે અંગે.
"भर वं ! के जीवा सोअणीआ भवंति ? गायमा ! अपाविअजिण दिक्खाउ असुअ सिद्धंतवयणाउ अबोहिअलाआउ अकयधम्माउ अग्गहिअअणुव्वयाउ अठुमय पंच पमाय च उक्कसायसंजुत्ताउ अक्खामिय सव्वजीवाउ अणालोइअ सव्व पावाउ जे जीवा परलोअं गच्छंति ते सोअणीया हवंति,जओ अणंते संसारे सयलदुहनिहाणे निच्चं દુરું કgવંતા વિતિ ”
ભાવાર્થ :- હે ભગવાન્ ! કયા છે શોચનીય બને છે? હે ગૌતમ ! જેઓ શ્રી જિનેવર એ કહેલી રીક્ષા પામ્યા નથી, સિદ્ધાંતના વચને જેમણે સાંભળ્યા નથી, નથી જાણ્યું લોકનું સ્વરૂપ જેમણે, નથી કર્યો ધર્મ જેમણે, નથી ગ્રહણ કર્યા અણુવ્રતે જેમણે, આઠ મદ-પાંચ પ્રમાદ-ચાર કષાયથી યુકત જેઓ છે, સઘળા ય જી સાથે ક્ષમાપના કરી નથી જેમણે, એક પણ પાપની આલોચના જેમણે કરી નથી, તેવા જે 9 પરકમાં જાય છે તેઓ શોચનીય બને છે અને જેવી સઘળા ય દુઃખના નિધાનભૂત સંસારમાં અનંતકાળ સુધી હંમેશા દુઃખને અનુભવતા રહે છે.”
૦ કયા શોચનીય બનતા નથી તે અંગે
“યવં! નવા સેગવા ન દુવંતિ? જેથના ! ને ૩ દ્વિदिक्खाउ रढिअसिद्धत वयणाउ कयसुकयाउ अंगीकयअणुव्वयाउ कयसाहम्मिअवच्छलाउ दिन्नदाणाउ नाणपढंतकय साहिज्जाउ सुहभावणाजुत्ताउ लेहिअजिण वयणाउ खामियसव्वजीवाउ आलोइअ सव्वपावाउ जे जीवा परलोअं जंति ते सोअणोआ न हवंति, जओ सिग्यमेव सग्गं मुक्खं वा गच्छंति ।।"
ભાવાર્થ :- “હે ભગવાન! કયા જીવો શોચનીય બનતા નથી ? હે ગૌતમ ! જેઓ ફરીથી ગ્રહણ કરી છે દીક્ષા જેમને, ભણ્યા (સાંભળ્યા) છે સિદ્ધાંતના વચને જેમણે, કયાં છે સુકૃત જેમણે ગ્રહણ કર્યા છે અણુવ્રત જેમણે કર્યું છે સાધર્મિક વાત્સલ્ય જે મણે, દાન આપનારા, ભણવ ભણાવવામાં સહાય કરનારા, શુભ ભાવનાથી વાસિત, શ્રી જિનવચનને લખતા લખાવનારા, સઘળા ય જીવ સાથે ક્ષમાપના કરનારા સઘળા ય પાપની આલેચના કરનારા એવા જે જીવે પરલોકમાં જાય છે તેઓ શાચનીય બનતા નથી. જેથી જલદીથી જ તેઓ વગ કે મેક્ષમાં જાય છે.”