Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬૩૪
શ્રી જૈન શાસન (અઠવાડિક)
ઈણી પરે સડસઠ બેલ વિચારી, જે સમકિત આરાહે રે. રાગ-દ્વેષ ટાળી મન વાળી, તે શમ સુખ અવગાહે રે. જેહનું મન સમકિતમાં નિશ્ચલ, કેઈ નહિ તસ તોલે રે.
શ્રી નયવિજય વિબુધ પયસેવક, વાચક જ ઈમ બેલે રે.. ૬૮ પ્ર : ૨૩૬-સ્થાન એટલે શું ?
ઉ : જેને વિષે સ્થિરતા કરાય તેનું નામ સ્થાન છે. જેને વિષે સમકિત સ્થિર થાય તેનું નામ સમકિતનાં સ્થાન કહ્યાં છે.
પ્ર : ૨૩૭-સમકિતનાં સ્થાન કેટલાં છે? કયા કયા છે?
ઉ : સમિતિનાં સ્થાન છે છે. તે આ પ્રમાણે. ૧–આત્મા છે, ૬-આત્મા નિત્ય છે, ૩-આત્મા કર્મોને કર્તા છે, ૪–આત્મા કમેને ભકતા છે, ૫-મોક્ષ છે અને ૬મોક્ષના ઉપાય છે.
પ્ર : ૨૩૮-સ્થાન શાથી કહ્યા છે.
ઉ : આ છ સ્થાન છે તે સમકિતની કિંમત છે. જરૂર છે. આ છ સ્થાન-પદ્ય ન હેત તે સમકિતની જરૂર પણ ન હતી, કારણ ધર્મ વગરને ધર્મ નકામે છે. જે આત્મા જ ન હતા તે આત્માની નિત્યાનિત્યની વિચારણા ન હેત, આત્માને કર્મ બંધન ન હોત, આત્માને કર્મના ફળ ભેગવવાં ન પડત અને આત્માની મુક્તિ પણ ન હોત. આત્માની મુકિત માટેના ઉપાયે પણ ન હેત. માટે આ છે સ્થાનની શ્રદ્ધા જ સમ્યકત્વને સ્થિર કરનારી ને તેના નિશ્ચય કરાવનારી છે.
છે ઃ ૨૩૯–પહેલાં સ્થાનને સામાન્યથી સમજ.
ઉ : “આત્મા છે તે પહેલું સ્થાન છે. ચેતના છે લક્ષણ જેનું તેનું નામ આત્મા છે-જીવ છે. પ્રાણેને ધારણ કરે તેનું નામ જીવ છે, જે જીવતે હિતે, જીવે છે અને જીવવાને પણ છે.
જે પ્રાણને ધારણ કરે તેનું નામ પ્રાણ એટલે કે જીવ છે. દરેકે દરેક સંસારી પ્રાણી ઈદ્રિય–બલ–શ્વાસે શ્વાસ અને આયુષ્ય આ પ્રાણેને ધારણ કરે જ છે. માટે ચેતના સ્વરૂપ લક્ષણ તેમાં ઘટી શકે છે. પાંચ ઇન્દ્રિયે, મન-વચન-કાયાનું બલ, શ્વાસે શ્વાસ અને આયુષ્ય આ દશ પ્રાણ કહ્યા છે.
તેમાં એકેન્દ્રિયને સ્પર્શનેન્દ્રિય, કાયબલ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય રૂ૫ ચાર પ્રાણ હોય છે, બેઈદ્રિયને તે ચાર અને રસનેન્દ્રિય તથા વચનબલ એ છ પ્રાણ હેય છે; તે ઇન્દ્રિયને તે છ પ્રાણ સાથે ઘણેન્દ્રિય સહિત સાત પ્રાણ હોય છે, ચઉરિદ્રિયને તે સાત અને ચક્ષુરિન્દ્રિય સહિત આઠ પ્રાણ હોય છે અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીને